Cobra's dividend cheers Bilimoria's creditors
  • એક્સક્લુઝિવ
  • બાર્ની ચૌધરી

બે વર્ષ સુધી કન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રી (CBI)ના પ્રમુખ તરીકેનું સુકાન સંભાળ્યા બાદ પોતાના પદેથી રાજીનામું આપનાર લોર્ડ કરણ બિલિમોરિયાએ ચાન્સેલરે પરિવારો અને બિઝનેસીસને મદદ કરવા માટે વધુ કરવું જોઈએ એવી વિનંતી કરી છે.

‘ગરવી ગુજરાત’ સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં, લોર્ડ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે ‘’જીવન જરૂરિયાતનો વધતો જતો ખર્ચ ઉત્પાદકો અને રિટેલરોને ખરાબ રીતે અસર કરી રહ્યો છે. સરકારે રોગચાળા દરમિયાન નોન-સ્ટોપ ભારે મદદ કરી હતી. નોકરીઓ, બિઝનેસીસ અને અર્થતંત્ર બચાવવામાં મદદ કરી હતી. આપણો બેરોજગારીનો દર હવે 3.7 ટકા છે, જે રોગચાળા વખતે હતો તે કરતા ઓછો અને 50 વર્ષમાં સૌથી નીચા સ્તરોમાંનો એક છે. પરંતુ યુક્રેન યુદ્ધ બાદ કામદારોની અછત, ફુગાવો, ઉર્જાના ભાવમાં વધારો અને સપ્લાય ચેઇનના મુદ્દાઓને કારણે હાલત વધુ વકરી છે. ગ્રાહકો નીચોવાઇ રહ્યા છે. ભાવમાં વધારો નાના અને મધ્યમ કદના બિઝનેસીસને (SME) નુકસાનકારક અસર કરી રહ્યો છે.’’

તેમણે જણાવ્યું હતું કે “જો તમે કરી રેસ્ટોરન્ટ સેક્ટર પર નજર નાખો, તો તમામ સામગ્રીના ભાવ ઘણા વધી ગયા છે. ઘણા કિસ્સાઓમાં કિંમતો બમણી થઈ ગઈ છે. સરકારે તકલીફ સાંભળી અને મદદ કરવાનું શરૂ કર્યું છે. પરંતુ મને લાગે છે કે સરકારે વધુ મદદ કરવાની જરૂર પડશે. મોંઘવારી સત્તાવાર આંકડા કરતાં ઘણી વધારે છે અને તેની અસર ગ્રાહકો પર પડી રહી છે.’’

130,000થી વધુ સ્વતંત્ર રિટેલરોને સેવા આપતા યુકેના સૌથી મોટા બેસ્ટવે કેશ એન્ડ કેરીના એમડી દાઉદ પરવેઝે જણાવ્યું હતું કે “વેપારીઓ આ ભાવ વધારો ગ્રાહકો પર લાદે છે. જેને પગલે તેઓ ઓછુ, સસ્તુ કે ખૂબ જ કાળજીપૂર્વક ખરીદવાનું શરૂ કરશે. આ બધામાં ઓછી આવક ધરાવતા ગરીબ લોકો ખોરાક વગરના થશે. હું ઇચ્છું છું કે સરકાર હસ્તક્ષેપ કરે અને સમુદાયને મદદ કરવા માટે લોકલ બિઝનેસ રેટ માટે વિચારે. કેમ કે ઓનલાઇન વેપાર કરતા લોકો ઇન્ડસ્ટ્રીયલ ટેક્સ ભરે છે જ્યારે શોપકીપર તેમના કરતા વધારે ટેક્સ ભરે છે.’’

લેસ્ટરની સૌથી જૂની શાકાહારી રેસ્ટોરન્ટ, બોબીઝ બિઝનેસમાં 45 વર્ષની ઉજવણી કરે છે. રેસ્ટોરન્ટના માલિક અને બેલગ્રેવ બિઝનેસ એસોસિએશનના ભૂતપૂર્વ અધ્યક્ષ, ધર્મેશ લાખાણી કહે છે કે ‘’અમારે દર મહિને બળતણ માટે વધારાના £1000 શોધવા પડશે. પેકેજિંગ અને અન્ય ખર્ચાઓ માટે દરરોજ વધારાના £100 શોધવાની જરૂર છે. અમારી પાસે ઓછા ગ્રાહકો ઓછા પૈસા સાથે આવે છે. અમે કામના કલાકો કાપીશુ તો બજારમાં ઓછા પૈસા ફરશે. આ એક દુષ્ટ વર્તુળ છે. ટેક્સમાં ઘટાડો અને બિઝનેસ માટે એનર્જીના ભાવ પર મર્યાદા જરૂરી છે. સરકાર કોઈપણ રીતે મદદ કરશે તો તે આવકાર્ય રહેશે. અમે સાંભળીએ છીએ કે આ બ્રેક્ઝિટને કારણે છે તો તેને સરકારે ઉકેલવાની જરૂર છે.”

લોર્ડ બિલિમોરિયાએ કહ્યું હતું કે ‘’વર્તમાન કટોકટી સરકારના નેતૃત્વની સાચી કસોટી છે. નેતૃત્વની સાચી કસોટી સારા સમયમાં નહિં પણ પ્રતિકૂળ સમયમાં છે. મેં મારો બિઝનેસ લગભગ ત્રણ વખત ગુમાવ્યો છે અને દરેક સમયે તેના કારણો અલગ હતા. પરંતુ તમે કેવી રીતે પ્રતિસાદ આપો છો તે મહત્વનું છે.”