Goddess Umiya temple ahmedabad
(ANI Photo)

અમદાવાદ નજીક જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા (504 ફૂટ) મા ઉમિયાના મંદિર ખાતે હાલના સ્મૃતિ મંદિરનો સોમવારે દ્વિતીય પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રૂ.4 કરોડના નવા દાનની જાહેરાત કરવામાં આવી હતી. પાટોત્સવમાં મા ઉમિયાના ભક્તોએ નવચંડી મહાયજ્ઞ, અન્નકુટ દર્શન, ધર્મસભા અને ધ્વજારોહનો લાભ લીધો હતો. ઉમિયાધામ ખાતે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું પણ આયોદન કરાયું હતું. વહેલી સવારે મંદિર પર ધ્વજારોહણ કરાયું હતું.

નવચંડી મહાયત્રમાં 12 પરિવારોએ લાભ લઈ મા ઉમિયાના આશીર્વાદ મેળવ્યા હતા. જગત જનની મા ઉમિયાને 56 ભોગનો અન્નકુટ ધરાવાયો હતો. સાંજે 6.30 કલાકે મા ઉમિયાની મહાઆરતી પણ કરવામાં આવી હતી. દ્વિતીય પાટોત્સવ નિમિતે બપોરે 11 કલાકે ધર્મસભાનું પણ આયોજન કરાયું હતું. જેમાં અલગ-અલગ દાતાઓએ રૂ.4 કરોડના દાનની જાહેરાત પણ કરી છે.

ધર્મસભામાં આધ્યાત્મિક કાર્યક્રમ સાશોસાથ વિશ્વભરમાં મા ઉમિયાની આસ્થાને ઉજાગર કરવાના લક્ષ્ય સાથે યુથ કાઉન્સિલની રચના પણ કરવામાં આવી છે. જેની જવાબદારી વંસતભાઈ ધોળુને સોંપવામાં આવી છે. આ કાર્યક્રમમાં સંગઠના કમિટીના હોદ્દેદારોને પદભાર પત્ર પણ એનાયત કરાયા. આ પ્રસંગે સસ્થાના પ્રમુખ આર પી પટેલના જણાવ્યા અનુસાર વિશ્વ ઉમિયાધામના માધ્યમથી વિદેશમાં ભણવા જવા સમયે પડતી તકલીફોને દૂર કરવા વિદેશ અભ્યાસને માર્ગદર્શન કેન્દની શરૂઆત કરવામાં આવી છે.