. (ANI Photo)

પીઢ અભિનેત્રી માધુરી દીક્ષિતના ડાન્સ સાથેના ગીત, તેનો અંદાજ, અને તેની અભિવ્યક્તિ આજે પણ ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે. આજે પણ ઘણી અભિનેત્રીઓ માધુરી સાથે તુલનાથી બચવા માટે તેનાં ગીતો પર ડાન્સ કરવાનું ટાળે છે. પરંતુ હવે માધુરી, રવિના ટંડનની પુત્રી રાશાના ડાન્સની ચાહક થઈ છે.

તાજેતરમાં એક કાર્યક્રમમાં જ્યારે તેને પૂછાયું કે તેનાં આઇકોનિક ગીત ‘એક દો તીન’ને આજની કઈ અભિનેત્રી ન્યાય આપી શકે, ત્યારે તેણે તરત જ રાશા થડાણીનો ઉલ્લેખ કર્યો હતો. માધુરીએ રાશાની નૃત્યની પ્રતિભા અને લચકની ખૂબ પ્રશંસા કરી હતી. માધુરી દીક્ષિતની 1988માં રીલીઝ થયેલી ફિલ્મ ‘તેઝાબ’નું આ ગીત આજે પણ એટલું જ યાદગાર છે. માધુરીએ રાશાનાં ગ્રેસફુલ ડાન્સના વખાણ કર્યાં અને તેનાં ‘ઉઇ અમ્મા’ ગીતનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાશાની ફિલ્મ ‘આઝાદ’માં તેણે રાશાના એનર્જેટીક પર્ફોર્મન્સના પણ વખાણ કર્યા હતા.

આઝાદનું આ ગીત થોડા સમય અગાઉ રિલીઝ થયું હતું. તે ગીત બહુ ઝડપથી લોકોના ધ્યાનમાં આવી ગયું હતું. આ ફિલ્મમાં અજય દેવગણનો ભત્રીજો અમન દેવગણ મુખ્ય ભૂમિકામાં છે, જેમાં રાશા જાનકી નામની છોકરીનો રોલ કરે છે. અભિષેક કપૂર દિગ્દર્શિત આ ફિલ્મમાં અજય દેવગણ, મોહિત મલ્લિક અને પીયૂષ મિશ્રા પણ મહત્વની ભૂમિકામાં છે. તાજેતરમાં રાશાએ પોતાનો 20મો જન્મદિવસ પણ ઉજવ્યો હતો, જેમાં ઇબ્રાહીમ અલી ખાન, તમન્ના ભાટીયા, મનિષ મલ્હોત્રા અને વીર પહારિયા સહીતનાં લોકો હાજર રહ્યાં હતાં. બ્લેક થીમ પર યોજાયેલી તેની બર્થડે પાર્ટીના ફોટો અને વીડિયો વાયરલ થયાં હતાં. રવિનાએ પણ પુત્રીના જન્મ દિવસે ઇન્સ્ટાગ્રામ પર એક ઇમોશનલ પોસ્ટ લખી હતી. સાથે તેનાં બાળપણની કેટલીક યાદો પણ તાજા કરી હતી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments