અમેરિકામાં પ્રેસિડન્ટ તરીકે ચૂટાયેલા જો બિડેન અને તેમના પત્ની જિલ બિડેન (REUTERS/Jim Bourg/File Photo)

અમેરિકામાં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા જો બિડેનના પત્ની અને આગામી ફર્સ્ટ લેડી જિલ બિડેનના પોલિસી ડાયરેક્ટર તરીકે ભારતીય મૂળના અમેરિકન માલા અડિગાની નિમણુક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે માલા પ્રેસિડન્ટની ચૂંટણી દરમિયાન બિડેન અને કમલા હેરિસની સાથે જ રહેતા હતા. આ દરમિયાન માલાએ કેમ્પેન પોલિસી એડ્વાઈઝર તરીકે કામ કર્યું હતું. માલા એકેડેમિક સ્ટ્રેટજિસ્ટ છે. તે ઉપરાંત તેઓ વિદેશી નીતિ માટેના જાણકારી ગણાય છે. બરાક ઓબામાના બીજા કાર્યકાળમાં માલા એડ્વાઈઝર હતા.

જિલ બિડેન સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ વ્હાઈટ હાઉસમાં આવ્યા પછી એટલે કે ફર્સ્ટ લેડી બન્યાં પછી પણ તેમનું પ્રોફેસર તરીકેનું કામ ચાલુ જ રાખશે. એટલે કે ફર્સ્ડ લેડી બન્યા પછી પણ તેઓ નોકરી કરતા રહેશે. તેથી માલાની જવાબદારી વધારે રહેશે, કારણ કે જિલ નોકરીમાં વ્યસ્ત રહેશે. માલાના બિડેન પરિવાર સાથે જૂના સંબંધો છે.

તેઓ બિડેન ફાઉન્ડેશનમાં હાયર એજ્યુકેશન અને મિલિટ્રી ફેમિલી વિંગના ડિરેક્ટર પણ છે. જોકે નવી નિમણૂક પછી તેમને ફાઉન્ડેશનનું પદ છોડવું પડશે, કારણ કે જિલની ટીમનો હિસ્સો બન્યા પછી તેમણે ફેડરલ એડમિનિસ્ટ્રેશનથી દૂર થવું પડશે.અડિગા નેશનલ સિક્યુરિટીમાં હ્યુમન રાઈટ્સ ડિપાર્ટમેન્ટમાં પણ કામ કરી ચૂક્યા છે. માલા ઈલિનોઈસમાં રહે છે અને તેમણે મિનેસોટા કોલેજથી પબ્લિક હેલ્થ અને શિકાગો લો સ્કૂલથી હ્યુમન રાઈટ્સમાં સફળતા મેળવી હતી.