ગાંધીનગરના સ્થાનિક સત્તાવાળાઓએ ગુરુવારે વહેલી સવારે સાબરમતી નદી કિનારે 1 લાખ ચોરસ મીટર સરકારી જમીન પરના અતિક્રમણો દૂર કરવા માટે એક મેગા ડિમોલિશન અભિયાન હાથ ધર્યું હતું. ગુજરાતની રાજધાનીમાં લગભગ 700 ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે ઓળખવામાં આવ્યા હતાં અને બપોર સુધીમાં તેમાંથી લગભગ 150 બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC), રાજ્યના માર્ગ અને મકાન (R&B) વિભાગ અને ગુજરાતની રાજધાનીમાં સ્થાનિક પોલીસ દ્વારા પેથાપુર વિસ્તારમાં સવારે 4 વાગ્યે આ અભિયાન ચાલુ કરાયું હતું. સુરક્ષા માટે આશરે 700 પોલીસ જવાનો પણ તૈનાત કરાયા હતાં.
આશરે ૧ લાખ ચોરસ મીટરની સરકારી જમીન પર દબાણો ઊભા કરાયા હતા. આ જમીનની બજાર કિંમત આશરે રૂ.1,000 કરોડ છે. અતિક્રમણ વિરોધી ઝુંબેશ બે થી ત્રણ દિવસમાં પૂરી થવાની ધારણા છે
