કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલ

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં મેઘવાલ વિરુદ્ધ મેઘવાલની લડાઈ ચાલુ થઈ છે. રાજ્યમાં ભાજપના ધારાસભ્ય કૈલાશ મેઘવાલે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. આ પછી પાર્ટીએ કેલાશ મેઘવાલને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા છે. જોકે આ પછી પણ કેલાશ મેઘવાલે આક્રમક વલણ જાળવી રાખ્યું છે.

અગાઉ પાર્ટીના રાજ્ય એકમના પ્રમુખ સી પી જોશીએ કૈલાશ મેઘવાલને શો-કોઝ નોટિસ આપી હતી. કૈલાશ મેઘવાલ શાહપુરાના ધારાસભ્ય છે અને ભૂતપૂર્વ સ્પીકર પણ છે. પાર્ટીએ આ મામલો વધુ કાર્યવાહી માટે રાજ્ય-સ્તરની શિસ્ત સમિતિને મોકલ્યો છે. કૈલાશ મેઘવાલે કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલને એક નંબરના ભ્રષ્ટાચારી ગણાવ્યા હતાં. તેના બીજા દિવસે એટલે 29 ઓગસ્ટે પાર્ટીએ તેમને નોટિસ આપી હતી. તેમણે બુધવારે ફરી ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે પાર્ટીમાં તેમની અવગણના થઈ રહી છે અને તેમને હીરોમાંથી ઝીરો બનાવવામાં આવ્યાં છે. કેલાશ મેઘવાલે માગણી કરી હતી કે અર્જૂન રામ મેઘવાલને કેન્દ્રીય મંત્રી પદેથી દૂર કરવામાં આવે.

કૈલાશ મેઘવાલે પત્રકારોને જણાવ્યું હતું કે મેં વડાપ્રધાનને પત્ર લખીને માગણી કરી છે કે કોર્ટમાં પડતર કેસોનો નિર્ણય ન આવે ત્યાં સુધી અર્જુન રામ મેઘવાલને પ્રધાન પદ પરથી હટાવવામાં આવે. મને આશા છે કે વડાપ્રધાન યોગ્ય નિર્ણય કરશે. તેઓ ચૂંટણી પંચને પણ પત્ર લખીને મંત્રીનું સંસદ સભ્યપદ રદ કરવાની માગણી કરશે. અર્જુન રામ મેઘવાલે 2014 અને 2019ની સંસદીય ચૂંટણી પહેલા ખોટી એફિડેવિટ સબમિટ કરી હતી. અર્જુન રામ મેઘવાલ સામે 2014થી ભ્રષ્ટાચારનો કેસ પેન્ડિંગ છે.

 

LEAVE A REPLY

7 + fifteen =