Narendra Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો ) (ANI Photo)

આર્મીમાં ભરતી માટેની અગ્નિપથ યોજનાનો દેશનાં ઘણાં રાજ્યોમાં વિરોધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જણાવ્યું હતું કે કેટલાંક નિર્ણય શરૂઆતમાં અનુચિત લાગી શકે છે પણ બાદમાં તે રાષ્ટ્ર નિર્માણમાં મદદ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગ્લુરુમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ઘણાં નિર્ણય વર્તમાનમાં અનુચિત લાગે છે પણ તે દેશના નિર્માણમાં મદદરૂપ બનશે. પરંતુ, તેમણે અગ્નિપથ યોજનાનો સીધો કોઈ સંદર્ભ આપ્યો નથી. અહીં નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેટલાંક સુધારા અણગમતા લાગી શકે પણ લાંબાગાળે દેશને લાભ કરશે.