લોકપ્રિય પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની તાજેતર પંજાબના માણસા જિલ્લામાં ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે (ANI Photo)

દિલ્હી પોલીસે સોમવારે ગુજરાતના મુન્દ્રા ખાતેથી પંજાબી સિંગર સિધુ મૂસેવાલાની હત્યામાં સંડોવાલેયા બે શાર્પ શૂટરની શસ્ત્રો અને દારુગોળા સાથે ધરપકડ કરી હતી. આ શાર્પ શૂટરની પ્રિયવ્રત ફૌજી (26 વર્ષ) અને કશીશ (24) તરીકે ઓળખ થઈ હતી. પોલીસે આરોપીઓ પાસેથી આઠ ગ્રેનેડ, નવ ઇલેક્ટ્રિક ડિટોનેટ, ત્રણ પિસ્તોલ અને એક એસોલ્ટ રાઇફલ પર જપ્ત કરી હતી.

પ્રિયવ્રત ફૌજી હરિયાણાનો સોનીપત જીલ્લાના ગઢી સિસાનાનો રહેવાસી છે. આ શૂટર્સ ફતેહાબાદ પેટ્રોલ પંપ પરના સીસીટીવીમાં દેખાયા હતા. ફૌજી હરિયાણાનો એક કુખ્યાત ગેંગસ્ટર પણ છે.ફૌજી અન્ય બે હત્યાના કેસમાં પણ સંડોવાયેલો હતો અને 2015માં સોનીપતમાં હત્યાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તે 2021માં સોનીપતમાં અન્ય એક હત્યા કેસમાં પણ વોન્ટેડ હતો. સિંગર મૂસેવાલીની 29મેએ પંજાબમાં અજાણ્યા બંદુકધારીઓએ ગોળી મારીને હત્યા કરી હતી.