(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26-27 સપ્ટેમ્બરે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહિલા અનામત અંગે બિલ પસાર થતા મહિલાઓએ મોદીનું અભિવાદન કર્યું હતું. એરપોર્ટ બહાર ગુજસેલ પાસે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. નારીશક્તિ વંદન કાર્યક્રમમાં કેસરી સાફા અને ખેસ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. મોદીએ એરપોર્ટ પર સભા સ્થળ સુધી ખુલ્લી જીપમાં મહિલા કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ભાજપ પ્રમુખ  સી.આર. પાટીલ હાજર રહ્યાં હતા.

આ મુલાકાત દરમિયાન તેઓ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે યોજાનારા એક કાર્યક્રમમાં ભાગ લેશે અને રાજ્યમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

27 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે  વડા પ્રધાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેશે. તે પછી લગભગ 12:45 વાગ્યાની આસપાસ તેઓ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પહોંચશે જ્યાં તેઓ ₹5,200 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.

વડાપ્રધાન અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ કોલેજોના વિદ્યાર્થીઓ સહિત અન્ય હસ્તીઓ ભાગ લેશે.

ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરવામાં આવી હતી. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફર 28 સપ્ટેમ્બર, 2003ના રોજ શરૂ થઈ હતી. હવે તે ખરેખર વૈશ્વિક ઈવેન્ટમાં પરિવર્તિત થઈ છે અને ભારતમાં સૌથી પ્રીમિયર બિઝનેસ સમિટમાં દરજ્જો હાંસલ કર્યો છે. 2003ની સમીટમાં લગભગ 300 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સામેલ થયા હતા. સમિટમાં 2019માં 135થી વધુ રાષ્ટ્રોના એક હજારથી વધુ પ્રતિનિધિઓની ઉપસ્થિત રહ્યાં હતાં.

નિવેદનમાં જણાવાયું છે કે સમગ્ર ગુજરાતમાં શાળાના માળખાગત માળખાને જંગી પ્રોત્સાહન મળશે કારણ કે વડાપ્રધાન રાષ્ટ્રને સમર્પિત કરશે અને

વડાપ્રધાન મોદી ‘મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ’ કાર્યક્રમ હેઠળ ₹4,500 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેનાથી ગુજરાતમાં સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચકરને વેગ મળશે. વડાપ્રધાન મોદી હજારો નવા ક્લાસરૂમ, સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, STEM (સાયન્સ, ટેક્નોલોજી એન્જીનિયરિંગ અને મેથેમેટિક્સ) લેબ અને ગુજરાતની તમામ શાળાઓમાં બનાવવામાં આવેલ અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ આ મિશન હેઠળ સમગ્ર ગુજરાતમાં શાળાઓના હજારો વર્ગખંડોને સુધારવા અને અપગ્રેડ કરવાના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.

વડાપ્રધાન ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0’ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ની સફળતાને આધારે બીજા તબક્કામાં આ પ્રોજેક્ટ ચાલુ કરાશે. આ પ્રોજેક્ટનો હેતુ ગુજરાતમાં શાળાઓ પર સતત દેખરેખ રાખવાનો અને વિદ્યાર્થીઓના અભ્યાસના પરિણામોમાં સુધારો કરવાનો છે. ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0’ હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓ અને બ્લોક્સમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રોની સ્થાપના કરાશે.

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના ઓડારા ડભોઈ-સિનોર-માલસર-આસા રોડ પર નર્મદા નદી પર બનેલા નવા પુલ સહિત અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટો પણ રાષ્ટ્રને સમર્પિત કરશે.તેઓ ચાબ તલાવ પુનઃવિકાસ પ્રોજેક્ટ, દાહોદમાં પાણી પુરવઠાનો પ્રોજેક્ટ, વડોદરા ખાતે આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે લગભગ 400 નવા બનેલા મકાનો, ગુજરાતના 7,500 ગામડાઓમાં વિલેજ વાઇ-ફાઇ પ્રોજેક્ટ અને જવાહર નવોદય વિદ્યાલય રાષ્ટ્રને સમર્પિત કરશે.

 

LEAVE A REPLY

nine + 18 =