Book All to Play For The Advance of Rishi Sunak

લોર્ડ માઈકલ એશક્રોફ્ટ દ્વારા લખાયેલ પુસ્તક ‘ઑલ ટૂ પ્લે ફોર: ધ એડવાન્સ ઑફ ઋષી સુનક’ ઋષી સુનકના પુરોગામી, બોરિસ જૉન્સન સાથે સુનકના તંગ કામકાજના સંબંધો પર નવો પ્રકાશ પાડે છે. તે દર્શાવે છે કે તે સામાન્ય ચૂંટણી પહેલા શું ટિક કરે છે અને તે બ્રિટન માટે કેવા પરિણામો લાવશે.

10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વડા પ્રધાન તરીકે બિરાજતા ઋષિ સુનકની આગળની પ્રગતિ વિષે આધુનિક બ્રિટિશ રાજકારણમાં કોઈ ઉદાહરણ નથી. 2019ના મધ્યમાં, તેઓ અજાણ્યા જુનિયર મિનિસ્ટર હતા; સાત મહિના પછી, તેઓ ચાન્સેલર ઑફ એક્સચેકર બન્યા; અને ઑક્ટોબર 2022 સુધીમાં, તેમણે યુકેની ધરતી પરનું સર્વોચ્ચ પદ મેળવી લીધું હતું. તેઓ છેલ્લા 200 કરતાં વધુ વર્ષોમાં બ્રિટનના સૌથી યુવાન એટલે કે બેતાલીસ વર્ષની ઉંમરે વડા પ્રધાન બન્યા હતા.

માઈકલ એશક્રોફ્ટ દ્વારા લખાયેલ આ ઓટાબાયોગ્રાફી સૌપ્રથમ 2020માં પ્રકાશિત થઇ હતી. અને હવે તેને સંપૂર્ણ રીતે સુધારીને અપડેટ કરવામાં આવ્યું છે. આ પુસ્તક અસ્તવ્યસ્ત સંજોગોમાં દેશમાં સૌથી શક્તિશાળી નોકરી સ્વીકારતા પહેલા ઋષી સુનકની યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ, સિટી ઓફ લંડન, સિલીકોન વેલી અને વેસ્ટમિન્સ્ટર સુધીની ચડતીનો ચાર્ટ રજૂ કરે છે.

આ ઇમીગ્રન્ટ માતાપિતાના એક હોંશિયાર અને મહેનતુ પુત્રની વાર્તા છે, જે એક ધનાઢ્ય પરિવારની વારસદાર સાથે લગ્ન કરે છે અને પોતાનું નસીબ બનાવે છે. તે નોર્થ યોર્કશાયરના મતદારો પર વિજય મેળવનાર સૌમ્ય સાઉધર્નર, એક રાજકોષીય કોન્ઝર્વેટિવ ઇતિહાસમાં સૌથી વધુ ખર્ચ કરનાર ચાન્સેલર બને છે. તેમના માથે કન્ઝર્વેટિવ પાર્ટીને ફરીથી જોડવાની અને પ્રવાહમાં રહેલા અર્થતંત્રને સુધારવાનું કામ અને એક ચુસ્ત રાજકીય ઓપરેટર તરીકે સેવા કરવાની તક અપાવે છે.

પુસ્તક સમિક્ષા

–       “સુનક ધ રાઇઝિંગ સ્ટાર વિશે અત્યાર સુધી લખાયેલો સંપૂર્ણ હિસાબ.” – એન્ડ્રુ ગિમ્સન, કન્ઝર્વેટિવ હોમ.

–       “સ્પષ્ટ રીતે લખાયેલ, જીવંત અને ગ્રહણશીલ, અને ટોરી રાજકારણની જટિલ દુનિયા પર ઘણી સમજ ધરાવે છે.” – વર્નોન બોગદાનોર, પ્રોસ્પેક્ટ મેગેઝિન

લેખક પરિચય

લોર્ડ એશક્રોફ્ટ, કેસીએમજી, પીસી આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિ, પરોપકારી, લેખક અને મતદાન કરનાર છે. તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીના ભૂતપૂર્વ ડેપ્યુટી ચેરમેન અને હાલમાં ઈન્ટરનેશનલ ડેમોક્રેટ યુનિયનના માનદ અધ્યક્ષ છે. તેઓ ક્રાઈમસ્ટોપર્સના ટ્રસ્ટી મંડળના સ્થાપક અને અધ્યક્ષ છે, ઈન્ટેલિજન્સ કોર્પ્સ મ્યુઝિયમના વાઇસ પેટ્રન છે. લોર્ડ એશક્રોફ્ટ ટેકનોલોજી એકેડમીના ટ્રસ્ટીઓના અધ્યક્ષ, ઈન્ટરનેશનલ સ્ટ્રેટેજિક સ્ટડીઝ એસોસિએશનના વરિષ્ઠ ફેલો અને રોયલ હ્યુમન સોસાયટીના લાઈફ ગવર્નર તરીકે સેવાઓ આપે છે. તેઓ એંગ્લિયા રસ્કિન યુનિવર્સિટીના ભૂતપૂર્વ ચાન્સેલર અને ઇમ્પિરિયલ વૉર મ્યુઝિયમના ભૂતપૂર્વ ટ્રસ્ટી ઉપરાંત  એક પુરસ્કાર વિજેતા લેખક છે. તેમના અન્ય છવીસ પુસ્તકો પ્રસિધ્ધ થયા છે. તેમના રાજકીય પુસ્તકોમાં ડેવિડ કેમરન, જેકબ રીસ-મોગ, ઋષી સુનક, સર કેર સ્ટાર્મર અને કેરી જ્હોન્સનના જીવનચરિત્રનો સમાવેશ થાય છે. હીરોઝ શ્રેણીમાં શૌર્ય પરના તેમના સાત પુસ્તકોમાં વિક્ટોરિયા ક્રોસ પરના બે પુસ્તકોનો સમાવેશ થાય છે.

Book: All to Play For: The Advance of Rishi Sunak

Author: Michael Ashcroft

Publisher: Biteback Publishing

Price: £16.99

 

LEAVE A REPLY