(ANI Photo)

ગુજરાતનો મોનાંક પટેલ ટી-૨૦ વર્લ્ડ કપમાં અમેરિકાની ટીમનો કેપ્ટન છે. અમેરિકાની ટીમમાં ભારતમાં જન્મેલા અને કેટલાક વર્ષોથી ત્યાં સ્થાયી થયેલા, ત્યાંની સિટિઝનશિપ ધરાવતા સંખ્યાબંધ ખેલાડીઓ અમેરિકન ટીમમાંથી રમવાના છે. કેપ્ટન મોનાંક પટેલ ઉપરાંત એક વધુ ગુજરાતી ખેલાડી, અમદાવાદનો નિસર્ગ પટેલ પણ ટીમમાં સામેલ છે.

તે સિવાય, દિલ્હી વતી રણજી ટ્રોફી રમી ચૂકેલો મિલિંદકુમાર 2021થી અમેરિકામાં સ્થાયી થયો છે. 2012ના અંડર-19 વર્લ્ડ કપમાં ભારત તરફથી રમી ચૂકેલો હરમિતસિંઘ 2013માં આઈપીએલમાં પણ રાજસ્થાન રોયલ્સ તરફથી રમી ચૂક્યો છે અને 2022થી તેણે અમેરિકામાં રમવાનું શરૂ કર્યું છે.

તો 2010ની અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ તરફથી રમી ચૂકેલા સૌરભ નેત્રાવલકર અને કેનેડામાં જન્મેલો પણ હાલ અમેરિકા વસતો 30 વર્ષનો નિતિશકુમાર પણ અમેરિકાની ટીમમાં સામેલ છે. સૌરભની સાથે 2010ના અંડર-19 વર્લ્ડ કપમાં કે. એલ. રાહુલ, જયદેવ ઉનડકટ અને મયંક અગ્રવાલ પણ ભારતીય ટીમના સભ્યો હતા.

LEAVE A REPLY

eighteen − 9 =