(ANI Photo)
સિર્ફ એક બંદા કાફી હૈ, ફિલ્મમાં એક ધર્મગુરુની કહાની છે, જે સત્ય ઘટનાઓથી આધારિત છે. ફિલ્મમાં એક ભક્ત પરિવારની સગીર છોકરી બાબાના આશ્રમ દ્વારા સંચાલિત શાળામાં અભ્યાસ કરે છે. એક દિવસ આ છોકરીને બાબાના આશ્રમમાં મોકલવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે તેના પર ભૂતપ્રેતનો પડછાયો છે.
આ બાબા તેની સાથે બળજબરીભર્યું વર્તન કરે છે. પહેલા તો આ છોકરી અને તેનો પરિવાર બાબાના શરમજનક કૃત્ય પર વિશ્વાસ નથી કરી શકતા, પરંતુ પછી હિંમત એકઠી કરીને તેઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવે છે. પોલીસ આ પીડિત પરિવારને એક વકીલ (મનોજ બાજપેયી) પાસે લઈ જાય છે જે તેની પ્રમાણિકતા માટે જાણીતો છે. પછી બાબા અને આ વકીલ વચ્ચેનું યુદ્ધ શરૂ થાય છે. શું આ વકીલ તે પીડિતાને ન્યાય અપાવી શકશે? એ તો આ ફિલ્મ જોઈને જ ખ્યાલ આવશે.
આ ફિલ્મના ડાયરેક્ટર અપૂર્વ સિંહ કર્કીએ લેખક દીપક કિંગરાણી સાથે સત્ય ઘટનાથી પ્રેરિત વાર્તા પર બનાવી છે. લગભગ અઢી કલાકની આ ફિલ્મ તમને સંપૂર્ણ રીતે બાંધી રાખે છે. જોકે, ફિલ્મના મોટાભાગના દ્રશ્યો કોર્ટરૂમના છે.
ફિલ્મના લેખક દીપકે મનોજના પાત્રને એક સક્ષમ વકીલ તેમ જ એક પુત્ર અને પિતા તરીકે વિકસાવ્યું છે. ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે એક સામાન્ય વકીલને ખૂબ જ સામાન્ય રીતે બતાવવામાં આવ્યો છે. તે જૂના સ્કૂટર પર કોર્ટમાં જાય છે. દીકરાને પણ સ્કૂલે લઈ જાય છે. બાબાનો બચાવ કરવા આવેલા મોટા અને પ્રખ્યાત વકીલોથી તે ચોક્કસપણે પ્રભાવિત છે, પરંતુ દલીલોના આધારે તેઓ તેમને ચૂપ પણ કરી દે છે.

છેલ્લાં કેટલાક વર્ષોમાં ફિલ્મોથી લઈને વેબ સિરીઝ સુધી મનોજ બાજપાઇએ એક અભિનેતા તરીકે પોતાની અલગ છાપ ઊભી કરી છે. તે માત્ર તેના ચહેરાના હાવભાવથી જ નહીં પરંતુ તેની બોડી લેંગ્વેજથી પણ વકીલની ભૂમિકામાં ડૂબેલો જોવા મળે છે. ખાસ કરીને ક્લાઈમેક્સ સીનમાં કોર્ટમાં તેનું પ્રવચન દર્શકોને સ્તબ્ધ કરી દેશે. મનોજની સામે કેસ લડનાર વિપિન શર્માએ સારો અભિનય કર્યો છે.

LEAVE A REPLY

8 + 4 =