Recommendation for Issuance of Employment Authorization Documents Cards to Green Card Applicants
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકામાં રહેતા એક મિલિયનથી વધારે ભારતીયોએ ગ્રીન કાર્ડ માટે વર્ષો સુધી રાહ જોવી પડશે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઇએસ)ના આંકડાઓ પરથી આ માહિતી મળી છે. ગ્રીન કાર્ડની બાબતમાં દરેક દેશનો ક્વોટા નક્કી હોય છે. આ કારણે ભારતીયોએ લાંબી વાટ જોવી પડશે. આ ભારતીયોમાં ડોક્ટરો, એન્જિનિયરો અને વૈજ્ઞાાનિકો સહિત હજારો-લાખો હાઇ સ્કીલ પ્રોફેશનલનો સમાવેશ થાય છે.

ફોર્બ્સના અહેવાલ અનુસાર, નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલીસી (એનએફએપી)એ ૨ નવેમ્બર સુધીના યુએસસીઆઇએસ ડેટાનું વિશ્લેષણ કર્યુ તો તેમને જાણવા મળ્યું છે કે ૧૨ લાખથી વધુ ભારતીયો એવા છે જે ગ્રીન કાર્ડ મળવાની રાહ જોઇ રહ્યાં છે.

ભારતીયોની પ્રથમ પ્રાથમિકતા ઇબી-૧ કેટેગરીમાં છે. આ કેટેગરીમાં પ્રોફેસર, રિસર્ચર્સ, મેનેજર જેવી પોસ્ટ પર કામ કરતા લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. આ કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડ મેળવવા માટે ૧,૪૩,૪૯૭ ભારતીયો રાહ જોઇ રહ્યાં છે.

ત્યારબાદ ઇબી-૨ કેટેગરી આવે છે. જેમાં સાયન્સ, આર્ટસ અને બિઝનેસ જેવા ફિલ્ડ સાથે જોડાયેલા લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. જેમાં ૮,૩૮,૭૮૪ ભારતીયો લાઇનમાં છે.

ત્રીજી કેટેગરી ઇબી-૩ છે જેમાં એવા પ્રોફેશનલ્સને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે જેમની પાસે બેચલર ડિગ્રી હોય છે. આ કેટેગરીમાં ૧,૩૮,૫૮૧ ભારતીય છે.

એનએફએપીએ જણાવ્યું હતું કે યુએસસીઆઇએસના આંકડાઓ અનુસાર બે નવેમ્બર, ૨૦૨૩ સુધી કુલ ૧૨,૫૯,૪૪૩ ભારતીયોના ગ્રીન કાર્ડ બેકલોગમાં હતાં.

ફોર્બ્સ રિપોર્ટ અનુસાર ૨૦૩૦ સુધીમાં આ સંખ્યા વધીને ૨૨ લાખ થઇ જશે એટલે કે ૨૨ લાખ લોકો ગ્રીન કાર્ડ મેળવવાની રાહ જોઇ રહ્યાં હશે. જેને પૂર્ણ થવામાં ૧૯૫ વર્ષનો સમય લાગી શકે છે.

LEAVE A REPLY

4 × two =