REUTERS/Francis Mascarenhas//File Photo

ભારતીય એરલાઈન્સ દ્વારા સંચાલિત ફ્લાઈટ્સને છ દિવસમાં બોમ્બની અભૂતપૂર્વ 70 ધમકીઓ મળી હોવાથી, એવિએશન સેફ્ટી સંસ્થા બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS)ના અધિકારીઓ શનિવારે નવી દિલ્હીમાં એરલાઈન્સના CEO સાથે બેઠક યોજી હતી. એકલા શનિવારે જ અલગ-અલગ એરલાઈન્સ દ્વારા સંચાલિત ફ્લાઈટ્સ સામે બોમ્બની 30થી વધુ ધમકીઓ આપવામાં આવી હતી. બોંબની ધમકીને પગલે ઘણી ફ્લાઇટ ડાઇવર્ટ કરાઈ હતી અને ઘણી ફ્લાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજીવ ગાંધી ભવનમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયના કાર્યાલયમાં આયોજિત બેઠકમાં, સીઈઓને જોખમોનો સામનો કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા (એસઓપી)ને અનુસરવા માટે કહેવામાં આવ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે, અત્યાર સુધીની તપાસમાં તેમને જાણવા મળ્યું છે કે આ અઠવાડિયે જે IP (ઇન્ટરનેટ પ્રોટોકોલ) એડ્રેસ પરથી ધમકીઓ આપવામાં આવી હતી તે લંડન, જર્મની, કેનેડા અને યુએસના છે. જોકે, તેઓએ VPNs (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક્સ)ના ઉપયોગને નકારી ન હતી

શનિવારે, વિસ્તારાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય રૂટ પરની તેની પાંચ ફ્લાઈટ્સને સોશિયલ મીડિયા દ્વારા બોંબની ધમકી મળી હતી. ઈન્ડિગોની ઓછામાં ઓછી ચાર ફ્લાઇટને આવી ધમકી મળી હતી. એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ, અકાસા એર, સ્પાઈસ જેટ, સ્ટાર એર અને એલાયન્સ એર જેવી અન્ય એરલાઈન્સની ફ્લાઈટને ધમકીઓ મળી હતી.

બુધવારે સુધીના ણ દિવસમાં ઓછામાં ઓછી 19 ફ્લાઇટને બોંબ વિસ્ફોટથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બુધવારે શ્રેણીબદ્ધ ફ્લાઇટમાં આવી ધમકીઓ પછી આ કનેક્શનમાં મુંબઈ પોલીસે એક સગીરને કસ્ટડીમાં લીધો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ કિશોરે કથિત રીતે X પર તે મિત્રના નામે એકાઉન્ટ બનાવ્યું હતું અને તેમાંથી બોમ્બની ધમકીઓ પોસ્ટ કરી હતી. તે તેના મિત્રને ફસાવવા માગતો નથી, કારણ કે તેની સાથે પૈસાનો વિવાદ ચાલતો હતો. છત્તીસગઢના રાજનાંદગાંવના 17 વર્ષના કિશોર અને તેના પિતાને મુંબઈ પોલીસે મંગળવારે સમન્સ પાઠવ્યું હતું. કિશોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને રિમાન્ડ હોમમાં લઈ જવામાં આવ્યો હતો. તેના પિતાની પૂછપરછ ચાલુ હતી.
સોમવારે ચાર ફ્લાઇટમાં બોંબની ધમકી આપી હતી. આ પછીથી ઓછામાં ઓછી 19 ફ્લાઇટ્સ માટે આવી ધમકીઓ અપાઈ હતી. મુંબઈ પોલીસે ત્રણ ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ્સ (એફઆઈઆર) દાખલ કરી હતી. કિશોરને હાલમાં પ્રથમ એફઆઈઆરના સંબંધમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, જે સોમવારની ધમકીઓ વિશે છે.

LEAVE A REPLY