હિન્દુજા ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન એસપી હિન્દુજાના પત્ની મધુ હિન્દુજાનું તા. 4 જાન્યુઆરીના રોજ રાત્રે 82 વર્ષની વયે તેમના પરિવારની વચ્ચે વૃદ્ધાવસ્થાને કારણે શાંતિપૂર્ણ રીતે નિધન થયું હતું.

સંયુક્ત શોક સંદેશમાં, હિન્દુજા બંધુઓ – એસપી હિન્દુજા, જીપી હિન્દુજા, પ્રકાશ હિન્દુજા અને અશોક હિન્દુજાએ જણાવ્યું હતું કે “સમગ્ર હિન્દુજા પરિવાર મધુજીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કરે છે”.

એક અલગ સંદેશમાં, મધુ હિંદુજાના પૌત્રો કરમ અને લાવણ્યા હિન્દુજાએ જણાવ્યું હતું કે “તેઓ પરિવારના એન્કર હતા અને જેઓ તેમને જાણતા હતા તે બધાના તેઓ ખૂબ જ પ્રિય હતા”.

LEAVE A REPLY

five + 20 =