Neil Mohan appointed as the new CEO of YouTube
(Photo by STEFANI REYNOLDS/AFP via Getty Images)

યુટ્યુબના સીઇઓ સુસાન વોઝસ્કીએ 16 ફેબ્રુઆરીએ રાજીનામું આપી દેતા હવે ઇન્ડિયન અમેરિકન નીલ મોહન કંપનીના નવા વડા બનશે. યુટ્યુબની માલિક કંપની આલ્ફાબેટે આ માહિતી આપી હતી.

વિશ્વની દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓનું નેતૃત્વ કરતા ભારતીય મૂળના સીઇઓની યાદીમાં નીલ મોહન પણ જોડાયા છે. હાલમાં માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલા, એડોબના CEO શાંતનુ નારાયણ અને આલ્ફાબેટના CEO સુંદર પિચાઇ છે.
ઉલ્લેખનીય છે કે યુટ્યુબ દુનિયાના સૌથી લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પૈકી એક છે. કંપનીએ જણાવ્યું કે ભારતીય મૂળના નીલ મોહન હવે યુટ્યુબના આગામી સીઇઓ બનશે. તેની સાથે જ તે યુટ્યુબના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટની ભૂમિકા પણ ભજવશે.

નીલ મોહન હાલમાં યુટ્યુબના ચીફ પ્રોડક્ટ ઓફિસર છે. નીલ મોહન 2007માં ડબલક્લિકના અધિગ્રહણની સાથે ગૂગલ સાથે જોડાયા હતા. તેઓ નવેમ્બર 2015માં યુટ્યુબ સાથે જોડાયા હતા. નીલ મોહનની લિંક્ડઈન પ્રોફાઈલ અનુસાર તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી એમબીએ કર્યું છે. ઉલ્લેખનીય છે કે યુટ્યુબની માલિક કંપની આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઈ પણ ભારતીય મૂળના છે. ગૂગલની માલિકી પણ આ આલ્ફાબેટ કંપની પાસે જ છે. નીલ મોહનની નિમણૂક સિલિકોન વેલીમાં ભારતીય મૂળના લોકોના વધતા દબદબાને દર્શાવે છે.

LEAVE A REPLY

two × five =