પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)
નેપાળી એરલાઇન્સનું 22 મુસાફરો સાથેનું એક વિમાન રવિવારે પ્રવાસન શહેર પોખરામાંથી ઉડાન ભર્યાની થોડી મિનિટોમાં લાપતા બન્યું છે. આ વિમાનમાં ભારતના એક જ પરિવારના ચાર સભ્યો સહિત 22 લોકો સવાર હતા. ખરાબ હવામાન અને ઘેરા વાદળોને કારણે લાપતા વિમાનને શોધવાનું કામ મુશ્કેલ બન્યું હતું અને તમામ 22 લોકોનું ભાવિ અનિશ્ચિત બન્યું હતું.
સિવિલ એવિયેશન ઓથોરિટી ઓફ નેપાળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તારા એરના વિમાને પોખરાથી સવારે 10.15 વાગ્યે ઉડાન ભરી હતી અને તે પશ્ચિમ પર્વતીયાળ વિસ્તારમાં આવેલા જોમસોમ એરપોર્ટ પર ઉતરાણ કરવાનું હતું. વિમાને પોખરા-જોમસોન હવાઇ રૂટ પરના ઘોરેપાણી પરના આકાશમાંથી એર ટાવર સાથેના સંપર્ક ગુમાવ્યો હતો. જોમસોમ એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલરના જણાવ્યા અનુસાર જોમસોમના ઘાસામાં ઘડાકાનો અવાજ સંભળાયો હોવાના અહેવાલ છે.
આ વિમાન અંગે હજુ પણ અનિશ્ચિતતા પ્રવર્તે છે. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ટર્બોપ્રોપ ટ્વીન ઉટર 9N-AET નામના આ વિમાનમાં ભારતના ચાર, જર્મનીના 2 અને નેપાળના 13 નાગરિકો હતા. આ ઉપરાંત તેમાં ત્રણ નેપાળી વિમાની સભ્યો હતા.
વિમાન નેપાળના પોખરાથી નેપાળના લોકપ્રિય પ્રવાસન સ્થળ જોમસોમ જઈ રહ્યું હતું. એરલાઇને વિમાનમાં સવાર મુસાફરોના નામ જાહેર કર્યા હતા. તેમાં ભારતના અશોક કુમાર ત્રિપાઠી, તેમના પત્ની વૈભવી બંદેકર (ત્રિપાઠી), તેમના બાળકો ધનુષ અને રિતિકાનો સામેવશ થાય છે. આ પરિવાર હાલમાં મુંબઈ નજીકના થાણેમાં રહે છે.
વિમાનને શોધવાની કવાયત ચાલુ કરવામાં આવી હતી, પરંતુ પર્વતો પર ખરાબ હવામાન અને ઘેરા સર્ચ ઓપરેશનમાં અવરોધ આવ્યો હતો. જોકે રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટર 24 કલાક ખુલ્લું રહેશે અને તથા હવાઇ અને જમીન માટે આ કામગીરીને વેગ આવામાં આવશે. સર્ચ ઓપરેશનમાં આર્મીના જવાનો અને હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.