પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં ઉનાળુ વેકેશન પછી સોમવાર, 5 જૂનથી સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો હતો અને શાળાઓના કેમ્પસ બાળકોના અવાજથી ગૂંજી ઉઠ્યા હતા. નવી શિક્ષણનીતિના ભાગરૂપે આ વખતે ગુજરાતમાં પ્રાથમિક શાળામાં પ્રથમવાર સત્તાવાર રીતે બાલવાટિકાનો પણ પ્રારંભ કરાયો હતો. રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક મળી અંદાજે 54,000થી વધુ સ્કૂલોમાં 5 જૂન સોમવારથી નવા શૈક્ષણિક વર્ષ-2023-24નો પ્રારંભ થયો હતો.

રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી મળીને અંદાજે 43 હજાર જેટલી પ્રાથમિક શાળાઓ તેમજ 11,400થી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી હાઈસ્કૂલ મળી 54 હજાર જેટલી સ્કૂલોમાં 1લી મેથી 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું.

વર્ષ-2022-23માં 13મી જૂનથી સત્રનો પ્રારંભ થયો હતો. જેની સરખામણીએ વર્ષ-2023-24માં 8 દિવસ વહેલું સત્ર શરૂ થયું હતું. નવા શૈક્ષણિક વર્ષમાં 9મી નવેમ્બરથી દિવાળી વેકેશન આપવાનું આયોજન કરાયું છે. જેથી પ્રથમ સત્રમાં 5મી જૂનથી 8મી નવેમ્બર દરમિયાન શિક્ષણકાર્ય માટે કુલ 125 દિવસની ફાળવણી કરવામાં આવી છે. એ પછી 9 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન અને 30મી નવેમ્બરથી બીજા સત્રનો પ્રારંભ થશે. આમ બીજા સત્રમાં 30 નવેમ્બરથી 5મી મે સુધી શિક્ષણકાર્ય માટે કુલ 125 દિવસ નક્કી કરવામાં આવ્યાં છે.

LEAVE A REPLY

12 + seven =