ચાર દિવસીય જુનિયર ડોકટરોની હડતાલ પર ટિપ્પણી કરતા, NHS પ્રોવાઇડર્સના પોલીસી અને સ્ટ્રેટેજીના નિર્દેશક, મિરિયમ ડેકિને કહ્યું હતું કે “આ અઠવાડિયે શરૂ થયેલી હડતાલનો અર્થ એ છે કે NHSને હડતાળથી પહેલાં જોયો ન હોય તેવા સ્કેલ પર વિક્ષેપ જોવો પડશે. દર્દીઓને શક્ય તેટલા સુરક્ષિત રાખવા ટ્રસ્ટની નંબર વન અગ્રતા રહેશે અને અગાઉની હડતાલ કરતાં પણ વધુ મુશ્કેલ હશે. અમે GP, પેરામેડિક્સ, ફાર્માસિસ્ટ, કોમ્યુનિટી મેટ્રન્સ અને અન્ય લોકો દ્વારા જોખમ ઘટાડવા માટે તેમના સમર્થનની અપેક્ષા રાખીએ છીએ. ટ્રસ્ટ નાઇટ શિફ્ટ માટે પર્યાપ્ત કવર મેળવવા માટે ચિંતિત છે. NHS માટે આ ખૂબ લાંબુ, મુશ્કેલ અઠવાડિયું હશે.’’

તેમણે કહ્યું હતું કે “અમે જુનિયર ડોકટરો અને અન્ય સ્ટાફની નિરાશાને સમજીએ છીએ. હડતાળને સમાપ્ત કરવા આ વિવાદમાં સામેલ તમામ પક્ષોએ પ્રયાસ કરવાની જરૂર છે.’’

LEAVE A REPLY

4 × four =