NHS અને કેર વોલંટીયર્સ રીસ્પોન્ડર્સ દ્વારા દયાળુ વ્યક્તિઓને તાત્કાલિક તેમના સ્થાનિક સમુદાયોમાં નિર્બળ લોકોને ખાદ્યપદાર્થોની ખરીદી, પ્રિસ્ક્રિપ્શનો એકત્ર કરવા અને તેને પહોંચાડવામાં સ્વૈચ્છિક રીતે પોતાનો સમય આપવા માટે આહ્વાન કરાયું છે. ઘણા સંવેદનશીલ વ્યક્તિઓ માટે જોઇતી આવશ્યક ચીજવસ્તુઓ સુધી પહોંચવું એ એક નોંધપાત્ર પડકાર બની ગયું છે, જે કરિયાણાની ખરીદી જેવી રોજિંદા પ્રવૃત્તિઓને મુશ્કેલ અથવા અશક્ય બનાવે છે.

આ વોલંટીયર્સ (સ્વયંસેવકો) સ્વાસ્થ્યની મુશ્કેલી અનુભવતા લોકો, મર્યાદિત હલનચલન કરતા લોકો અને હોસ્પિટલની રાહ જોતા લોકો, તાજેતરમાં જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા અને કોઇની મદદ વિના ખરીદી કરવા માટે સંઘર્ષ કરતા લોકો માટે તાજુ કરિયાણુ અને આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી કરવામાં મદદ કરીને વિશ્વમાં પરિવર્તન લાવી શકે છે. ફ્લેક્સીબલ વોલંટીયરીંગ પ્રોગ્રામ (લવચીક સ્વયંસેવી કાર્યક્રમ), ગુડસેમ સ્માર્ટફોન એપ્લિકેશન દ્વારા સંચાલિત થાય છે, જે વોલંટીયર્સ રીસ્પોન્ડર્સને તેમના અનુકૂળ સમયે તેમના વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી પર હકારાત્મક અસર ઉભી કરવામાં મદદ કરે છે.

NHS અને ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોસ્યલ કેર વતી રોયલ વોલંટીયરી સર્વિસ અને ગુડસેમ એપ્લિકેશન દ્વારા રજૂ થયેલ વોલંટીયર્સ રીસ્પોન્ડર્સ પ્રોગ્રામ સમગ્ર ઇંગ્લેન્ડમાં વધુ સમુદાયોને સમર્થન આપવા માટે વિસ્તરણ કરી રહ્યો છે. તેની વિશાળ પ્રવૃત્તિઓની શ્રેણીમાં મૈત્રીપૂર્ણ ફોન કૉલ્સ કરવા, દવાઓ અને પુરવઠો પહોંચાડવો અને રસીકરણ સાઇટ્સ પર સ્ટુઅર્ડ વોલંટીયર્સ તરીકે સેવા આપવાનો સમાવેશ થાય છે.

રોયલ વોલન્ટરી સર્વિસના ડેપ્યુટી સીઈઓ સેમ વોર્ડ OBEએ ભાર મૂકતા કહ્યું હતું કે “આ પ્રોગ્રામમાં જોડાઈને, વોલંટીયર્સ જરૂરિયાતમંદોના સ્વાસ્થ્ય અને સુખાકારીને ટેકો આપવા માટે તાજુ કરિયાણુ, પ્રિસ્ક્રિપ્શન્સ અને જરૂરી પુરવઠો પૂરો પાડીને નોંધપાત્ર અસર કરી શકે છે”

સમુદાયને સમર્થનની ખૂબ જ જરૂર છે ત્યારે વોલન્ટીયર્સ માટેની જરૂરીયાત પહેલાં કરતાં વધુ તાકીદની છે. રોયલ વોલંટીયરી સર્વિસ એવી વ્યક્તિઓને પ્રોત્સાહિત કરે છે જેઓ તેમના સમુદાયોને વોલંટીયરીંગ દ્વારા આગળ આવીને મદદ કરતો પોતાનો હાથ લંબાવીને મદદ કરી શકે છે.

કોમ્યુનિટી રિસ્પોન્સ પહેલ ઉપરાંત, આ પ્રોગ્રામ NHS અને સોશિયલ કેર સપોર્ટ મેળવતા વ્યક્તિઓને મદદ કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરે છે. વોલન્ટીયર્સ થવા માંગતા લોકો ‘’ચેક ઇન અને ચેટ એન્ડ ચેક ઇન અને ચેટ પ્લસ સેવાઓ’’ દ્વારા મૈત્રીપૂર્ણ ટેલિફોન કૉલ્સ કરીને, આવશ્યક દવાઓ અને પુરવઠો પહોંચાડવા પીક અપ અને ડિલિવર વોલંટીયર્સ તરીકે અને રસીકરણ સાઇટ્સ પર સ્ટુઅર્ડ વોલંટીયર્સ તરીકે યોગદાન આપી શકે છે.

આવી વિવિધ તકો દ્વારા, વોલંટીયર્સ એક મજબૂત અને વધુ સ્થિતિસ્થાપક સમુદાયને ઉત્તેજન આપવા, જરૂરિયાતમંદ લોકોની સુખાકારી અને સંભાળને ટેકો આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

વોલંટીયર્સને દરેક ક્ષેત્રની માંગને પહોંચી વળવા બહુવિધ કાર્યો માટે સાઇન અપ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. રીક્રુટમેન્ટ ફોર કોમ્યુનિટી રીસ્પોન્સ હવે ખુલી ગયુ છે, અને તેની પ્રવૃત્તિઓ આગામી અઠવાડિયામાં શરૂ થશે.

તેની શરૂઆત થયા પછી, વોલંટીયર રીસ્પોન્ડર્સ પ્રોગ્રામ દ્વારા મદદ માટેની 2.5 મિલિયનથી વધુ વિનંતીઓને સાકાર કરાઇ છે, 200,000થી વધુ લોકોને ટેકો આપ્યો છે અને રસીકરણ સાઇટ્સ પર 363,000થી વધુ શિફ્ટ્સ પૂર્ણ કરી છે.

વધુ વિગતો માટે અને વોલંટીયર્સ તરીકે સાઇન અપ કરવા માટે, વેબસાઇટ nhscarevolunteerresponders.org ની મુલાકાત લો.

LEAVE A REPLY

5 + 10 =