Getty Images)

નિર્ભયાના બાળાત્કારીઓને ફાંસીના માંચડે લટકાવવા માટેની તારીખો આગળ વધી રહી છે ત્યારે દોષિત આરોપીઓનો કેસ લડી રહેલ વકીલે એક ટ્વીટ કરને નવો વિવાદ શરુ કર્યો છે. વકીલ ઈન્દિરા જયસિંહ નિર્ભયાની માતાને એવી અપીલ કરી છે કે તેઓ નિર્ભયાના બળાત્કારીઓ અને હત્યારાઓને માફ કરી દે. તેઓ દોષિતો માટે મોતની સજાની માંગણી નહીં કરે, બીજીબાજુ માતા આશા દેવીએ કહ્યું છે કે તે આ પ્રકારનું સૂચન આપનારી કોણ છે, ભગવાન પણ કહેશે તો પણ હું માફ નહીં કરું.

આ અગાઉ આશા દેવીએ શુક્રવારે દિલ્હી કોર્ટ દ્વારા નિર્ભયાના દોષિતોના ડેથ વોરંટની તારીખ આગળ લંબાવવા બદલ નારાજગી દર્શાવી હતી. આશા દેવીએ કહ્યું હતું કે જે લોકો 2012માં મહિલા સુરક્ષાના નારા લગાવી રેલી કરી રહ્યા હતા તે લોકો આજે રાજકીય લાભ મેળવવા માટે દોષિયોને સજા અપાવવામાં વિલંબ કરી રહ્યા છે.આ અંગે ઈન્દિરાએ ટ્વિટ કરી છે કે હું આશા દેવીની વ્યથાને સંપૂર્ણપણે સમજી શકું છું.

ઈન્દિરા જયસિંહના નિવેદન અંગે આશા દેવીએ કહ્યું છે કે મને સૂચન આપનારી ઈન્દિરા જયસિંહ કોણ છે?સમગ્ર દેશ ઈચ્છે છે કે દોષિતોને ફાંસી આપવામાં આવે. ઈન્દિરા જેવા લોકોને લીધે જ દુષ્કર્મ પીડિતોને ન્યાય મળી શકતો નથી. મને વિશ્વાસ થતો નથી કે તેમણે આ પ્રકારનું સૂચન આપ્યું. હું સુપ્રીમ કોર્ટમાં તેમને અનેક વર્ષોથી મળતી હતી. તેમણે એક વખત પણ મારા વિશે કોઈ વિચાર કર્યો નથી અને આજે તે દોષિતો માટે બોલી રહી છે. આ પ્રકારના લોકો દુષ્કર્મીઓનું સમર્થન કરી આજીવિકા ચલાવે છે, જેથી દુષ્કર્મની ઘટના બંધ થતી નથી.