. (ANI Photo)
ગત વર્ષની શરૂઆતમાં યશરાજ ફિલ્મની સ્પાય યુનિવર્સ ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. સિદ્ધાર્થ આનંદના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં શાહરૂખની સાથે દીપિકા પદુકોણ ઉપરાંત જોન અબ્રાહમ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યાં હતાં.
પઠાણ ફિલ્મના અંતે શાહરૂખે નવા સ્ટાઈલિસ્ટ અવતાર અને એજન્ટ્સની નવી ટીમ સાથે પુનરાગમનનું વચન આપ્યું હતું. હવે સૂત્રોના જણાવ્યા મુજબ નિર્માતા આદિત્ય ચોપરાએ શાહરૂખ ખાન સાથે તેની સ્પાય યુનિવર્સની આઠ ફિલ્મો અંતર્ગત પઠાણ-2 માટેની તૈયારીઓ શરૂ કરી છે.
આ વખતે સ્પાય યુનિવર્સની ટાઈમલાઈનમાં એક ટ્વિસ્ટ જોવા મળશે. પઠાણ-2માં ટાઈગર વર્સસ પઠાણ અગાઉની સ્ટોરી હશે જેમાં હિન્દી ફિલ્મોના બે સુપરસ્ટાર્સ વચ્ચે ટક્કર જોવા મળશે. પઠાણમાં શાહરૂખના પાત્રને મળેલી અભૂતપૂર્વ લોકપ્રિયતાને પગલે ચાહકો પણ પઠાણ-2ને જોવા ઉત્સુક છે.
લોકોની આ ઉત્સુકતાને ધ્યાનમાં રાખીને જ 2023માં પઠાણની રીલિઝ પછી તરત જ આદિત્ય ચોપરા અને શાહરૂખે તેની સીક્વલ બનાવવાનો વિચાર કર્યો હતો. આદિત્ય ચોપરા અને તેમની ટીમ પઠાણની સીક્વલ પર છેલ્લાં એક વર્ષથી કામ કરી રહ્યાં છે. અગાઉની ફિલ્મમાં લોકોએ પઠાણ અને ટાઈગરની મિત્રતા જોઈ હતી અને હવે તેમને બંને વચ્ચેની ટક્કર જોવા મળશે.

LEAVE A REPLY

twelve − six =