ઇન્ડોનેશિયા નજીકના પાપુઆ ન્યુ ગિની નામના દેશમાં એક વિનાશક ભૂસ્ખલન થયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ભૂસ્ખલનને કારણે અનેક લોકોના મોત થયા હોવાની આશંકા છે. મીડિયા રીપોર્ટમાં જણાવ્યા મુજબ શુક્રવારે વહેલી સવારે પાપુઆ ન્યુ ગિનીના એક દૂરના ગામમાં ભૂસ્ખલનમાં 100 થી વધુ લોકોના મોતની આશંકા છે. પાપુઆ ન્યુ ગિનીના પાટનગર પોર્ટ મોરેસ્બીથી અંદાજે 600 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં એન્ગા પ્રાંતના કાઓકલામ ગામમાં સ્થાનિક સમય મુજબ સવારે 3 કલાકે ભૂસ્ખલન થયું હતું.

LEAVE A REPLY

sixteen − 12 =