ભારતમાં લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન શનિવારે યોજાયું હતું. જેમાં કુલ 58 બેઠકો પર બપોરના ત્રણ વાગ્યા સુધીમાં અંદાજે સરેરાશ 50 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. આ તબક્કામાં છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 58 બેઠકો પર મતદાન યોજાયું હતું. જેમાં સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં 70.19 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં સૌથી ઓછું 43.95 ટકા નોંધાયું છે. દિલ્હીમાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધીએ મતદાન કર્યું હતું. તેમણે મતદાન કર્યા પછી કહ્યું હતું કે, અમે બંધારણ અને લોકશાહી માટે મતદાન કર્યું છે. પશ્ચિમ બંગાળમાં મતદાન અગાઉ બે જુદી જુદી ઘટનાઓમાં હિંસા ફેલાઇ હતી. મતદાનના થોડા કલાકો પહેલા પૂર્વ મિદનાપુરમાં ટીએમસીના કાર્યકરની હત્યા કરવામાં આવી હતી અને ટીએમસીનો એક અન્ય કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ચૂંટણી વિવાદ થયો હતો. અનંતનાગ-રાજૌરી બેઠક પર મતદાન દરમિયાન મહેબૂબા મુફ્તી અને તેમની પાર્ટીના નેતાઓએ કર્યા હતા. તેમનો આરોપ હતો, તેમની પાર્ટીના પોલિંગ એજન્ટ અને કાર્યકરોની ખોટી ધરપકડ કરવામાં આવી હતી.
ચૂંટણી પંચે મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે 2222 ફ્લાઈંગ સ્ક્વોડ, 2295 સ્ટેટિક સર્વેલન્સ ટીમો, 819 વીડિયો સર્વેલન્સ ટીમો અને 569 વીડિયો વ્યુઈંગ ટીમો ગોઠવી હતી. જોકે, ચૂંટણી પંચ માટે બંગાળમાં સ્થિતિ પડકારજનક છે. અહીં નંદિગ્રામમાં બુધવારે રાતે ભાજપની મહિલા કાર્યકરના મોત પછી સ્થિતિ તણાવપૂર્ણ હતી. વધુમાં દરેક તબક્કાના મતદાનમાં પશ્ચિમ બંગાળમાં છુટક હિંસાથી ચૂંટણી પંચની ચિંતિત હતું.

LEAVE A REPLY

four + one =