REUTERS/Vincent Kessler

ભારતની 2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિંટન ખેલાડી પીવી સિંધુએ ચીનની વાંગ ઝી યીને હરાવી સિંગાપોર ઓપન બેડમિંટનનો તાજ રવિવારે હાંસલ કર્યો હતો. સિંધુએ પહેલી ગેમમાં જોરદાર કમબેક સાથે વાંગ ઝીને 21-09થી હરાવી હતી. બીજી ગેમમાં વાંગ ઝીએ સિંધુને સારી એવી ફાઈટ આપી 11-21થી ગેમ પોતાના નામે કરી હતી. છેલ્લે ત્રીજી ગેમ ખૂબ જ શાનદાર રહી હતી. વાંગ ઝી શરૂઆતમાં આગળ હતી પરંતુ પછીથી સિંધુએ આક્રમક વળતો મુકાબલો કરતાં 21-15 સાથે વિજય મેળવ્યો હતો.

સિંધુનું શાનદાર પ્રદર્શન સતત ચાલુ જ છે. આ વર્ષે માર્ચ મહિનામાં સ્વિસ ઓપનમાં સિંધુ કોઈ ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રથમવાર પહોંચી હતી.સિંધુએ ફાઈનલમાં વાંગ ઝી યીને ભારે સંઘર્ષ પછી એકંદરે ૨૧-૯, ૧૧-૨૧, ૨૧-૧૫થી હરાવી હતી.