Threat of terror attack against allotment of flats to non-locals in J-K
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાએ વિદેશી ત્રાસવાદી જૂથો જાહેર કર્યા છે તેવા ઓછામાં ઓછા 12 જૂથોનું નિવાસસ્થાન પાકિસ્તાન છે. આમાંથી લશ્કરે તોઇબા અને જૈશે મોહંમદ જેવા પાંચ ત્રાસવાદી જૂથો ભારતની વિરુદ્ધ આતંક ફેલાવે છે, એમ ત્રાસવાદ અંગેના અમેરિકાની સંસદના તાજેતરમાં રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે.

કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ (સીઆરએસ)એ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે અમેરિકાના અધિકારીઓએ પાકિસ્તાનને સંખ્યાબંધ સશસ્ત્ર અને નોન સ્ટેટ ત્રાસવાદી ગ્રૂપોનું બેઝ ગણાવ્યું છે. આમાંથી કેટલાંક સંગઠનો 1980ના દાયકાથી તેમની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે.

‘પાકિસ્તાનમાં ત્રાસવાદી અને બીજા બળવાખોર જૂથો’ નામનો આ અહેવાલ અમેરિકાની સંસદની રિસર્ચ વિંગ તૈયાર કર્યો છે. ગયા સપ્તાહે વ્હાઇટમાં અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને ઐતિહાસિક ક્વોડ શિખર બેઠકનું આયોજન કર્યું હતું તેની પૂર્વસંધ્યાએ આ રિપોર્ટ જારી કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાંથી ઓપરેટ કરતાં ત્રાસવાદી જૂથોને પાંચ પ્રકારના વિભાજિત કરી શકાય છે. આ જૂથોને વિશ્વમાં ત્રાસવાદ ફેલાવતા, અફઘાનિસ્તાનમાં ત્રાસવાદ ફેલાવતા, ભારત અને કાશ્મીરમાં ત્રાસવાદ ફેલાવતા, પોતાના દેશમાં ત્રાસવાદી પ્રવૃત્તિ કરતાં તથા વંશિય હિંસા (શિયા વિરુદ્ધ) કરતાં સંગઠનોનો સમાવેશ થાય છે.

પાકિસ્તાનમાં 1980ના દાયકામાં લશ્કરે તોઇબાની સ્થાપના થઈ હતી. તેને 2001માં વિદેશી ત્રાસવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું. રિપોર્ટ મુજબ ભારતના મુંબઈમાં 2008માં ત્રાસવાદી હુમલા અને બીજા મોટો હુમલા માટે આ સંગઠન જવાબદાર છે. કાશ્મીરના ત્રાસવાદી નેતા મસૂદ અઝહરે 2000માં જૈસે મોહંમદની રચના કરી હતી અને તેને પણ 2001માં વિદેશી ત્રાસવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું. આ જૂથ 2001માં ભારતની સંસદ પરના હુમલા અને બીજા હુમલા માટે જવાબદાર છે. રિપોર્ટમાં જણાવ્યું હતું કે જૈશે મોહંમદે અમેરિકા સાથે ખુલ્લી રીતે યુદ્ધની જાહેરાત કરી છે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર અફધાનિસ્તાનમાં રશિયન આર્મી સામે લડવા માટે 1980માં હરકત અલ જિહાદ ઇસ્લામી ((HUJI) જૂથ બનાવવામાં આવ્યું હતું અને તેને 2010માં વિદેશી ત્રાસવાદી જૂથ જાહેર કરવામાં આવ્યું હતું. 1989માં આ જૂથે ભારત વિરોધી ત્રાસવાદી પ્રવૃત્તિઓ ચાલુ કરી હતી. તે અફધાનિસ્તાનમાં તાલિબાનને પણ ત્રાસવાદીઓ પૂરા પાડે છે. હુજીના નામના ઓળખાતું આ સંગઠન હાલમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભારતમાં ઓપરેટ કરે છે અને તે કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવા માગે છે. આ સંગઠનને 1997માં વિદેશી ત્રાસવાદી જૂથ જાહેર કરવામાં આવ્યું હતું. તે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર અને પાકિસ્તાનના બીજા શહેરોમાંથી તેની પ્રવૃત્તિઓ કરે છે.

હિઝબુલ મુજાહિદીનની રચના પાકિસ્તાનની સૌથી મોટા ઇસ્લામિક રાજકીય પક્ષ તરીકે 1989માં રચના કરાઈ હતી, તેને 2017માં વિદેશી ત્રાસવાદી જૂથ જાહેર કરાયું હતું. જમ્મુ અને કાશ્મીરમાં આતંક ફેલાવતા સૌથી જૂના અને સૌથી મોટા સંગઠનમાં તેનો સમાવેશ થાય છે. અલ કાયદા પણ પાકિસ્તાનમાંથી ઓપરેટ કરે છે. તે ખાસ કરીને આદિવાસી વિસ્તાર કથા કરાંચી અને અફધાનિસ્તાનમાંથી આતંક ફેલાવે છે. 2011થી આયમાન અલ ઝવાહિરી તેનો વડો છે અને તે બીજા ઘણા સંગઠનો સાથે જોડાયેલું છે.