ચીનમાં બનેલી રસી લીધા પછી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ઈમરાન ખાને ગુરુવારે સાઈનોફાર્મ કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. શુક્રવારે તેઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નિવાસસ્થાને સેલ્ફ ક્વોર્ન્ટાઇન થયા છે. આ અંગે ટ્વીટર જાહેરાત કરવામાં આવી છે. 68 વર્ષીય ઇમરાન ખાન પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે અને તેમણએ રસી લીધા પછી દેશવાસીઓને કોરોનાને અટકાવવા નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. પાકિસ્તાનમાં કોરોના વાઇરસના સંક્રમણથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.












