Getty Images

બોલિવૂડના જાણીતા એક્ટર અને ભાજપના ભૂતપૂર્વ સાંસદને પરેશ રાવલની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)ના ચેરમેન તરીકે નિમણુક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતથી ભાજપના પૂર્વ લોકસભા સાંસદ પરેશ રાવલને NSDના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં નસીીરુદ્ધીન શાહ, ઓમ પૂરી અને ઇરફાન પઠાણ જેવા અભિનેતાઓએ તાલીમ લીધેલી છે.

આ હોદ્દો 2017થી ખાલી હતો. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવી હતી. NSDએ ટ્વીટ કરી હતી, અમે આ વાત જણાવીને આનંદ અનુભવી છીએ કે માનનીય રાષ્ટ્રપતિએ જાણીતા એક્ટર તથા પદ્મશ્રીથી સન્માનિત પરેશ રાવલની NSDના ચેરમેન તરીકે નિમણૂક કરી છે. NSD પરિવાર આ લિજેન્ડનું સ્વાગત કરે છે. તેઓ પોતાના માર્ગદર્શનમાં NSDને નવી ઊંચાઈ પર લઈ જશે.

સિનેમાં અને થીએટર બંનેનો અનુભવ ધરાવતા 65 વર્ષીય પરેશ રાવલ ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘આ પડકારરૂપ છતાંય રસપ્રદ રહેશે. હું મારી તરફથી બેસ્ટ આપવાનો પ્રયાસ કરીશ, કારણ કે આ એવું ક્ષેત્ર છે, જેને હું સારી રીતે સમજું છું અને ઓળખું છું.’

​​​​​​​પરેશ રાવલની ફિલ્મી કરિયરની શરૂઆત 1984માં આવેલી ફિલ્મ ‘હોલી’થી થઈ હતી. ત્યારબાદ 1985માં આવેલી ફિલ્મ ‘અર્જુન’માં જોવા મળ્યા હતા. પરેશે 1993માં ‘સર’ તથા 1994માં ‘વો છોકરી’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ અવોર્ડ મળ્યો હતો. પરેશ રાવલે વોહ છોકરી, હેરા ફેરી અને ઓએમજી-ઓ માયર ગોડ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.