Uniform Civil Code Bill
(ANI Photo/SansadTV)

ભારતમાં સંસદના ચોમાસુ સત્રમાં ગૃહની કાર્યવાહી દરમિયાન હોબાળો કરવા બદલ મંગળવારે વિપક્ષના કુલ 19 સાંસદોને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અગાઉના દિવસે લોકસભામાં હોબાળો કરવા બદલ લોકસભામાં કોંગ્રેસના ચાર સાંસદોને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરાયા હતા.

ભાજપના નેતા પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે રાજ્યસભામાંથી સાંસદોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય યોગ્ય વિચારણા બાદ લેવામાં આવ્યો હતો. આ સાંસદો રાજ્યસભાના ચેરમેનની અપીલને અવગણના કરવાનું ચાલુ રાખ્યું હતું. સરકારે ભાવવધારાને મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે.

સંસદમાં ચોમાસું સત્રનો મંગળવારે સાતમો દિવસ હતો. મંગળવારે વિપક્ષે GST અને મોંઘવારીના મુદ્દે ભારે હોબાળો કર્યો હતો. વિપક્ષે ભારે હોબાળો કરતા રાજ્યસભાની કાર્યવાહી પહેલા એક કલાક માટે અને ત્યારબાદ સંપૂર્ણ દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી. બીજી બાજુ લોકસભાની કાર્યવાહી શરૂ થયા બાદ 2 વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી મુલત્વી રાખવામાં આવી હતી.

લોકસભામાં સોમવારે ભારે હોબાળાની સ્થિતિ વચ્ચે સ્પીકર ઓમ બિરલાએ કોંગ્રેસના 4 સભ્યોને સસ્પેન્ડ કર્યાં હતા, જેમાં જ્યોતિમણી, માણિકમ ટાગોર, ટીએન પ્રથાપન અને રામ્યા હરિદાસને સંપૂર્ણ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.