November 20, 2023. REUTERS/Amit Dave

વિશ્વ કપ 2023 જીત્યાના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સાબરમતી રિવર ક્રૂઝ બોટનો આનંદ માણ્યો હતો. ક્રૂઝ પર ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. આ ક્રૂઝ સાબરમતી નદી પરના અટલ બ્રિજથી શરૂ થાય છે. આ પછી તે રિવરફ્રન્ટ, નેહરુ બ્રિજ, ગાંધી બ્રિજ થઈને વાડજ વિસ્તાર પાસેના દધીચી બ્રિજ પહોંચે છે.

કમિન્સ અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધિકારીઓ સવારે સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા અને ટ્રોફી સાથે ફોટોશૂટ માટે નદીમાં ‘અક્ષર રિવર ક્રૂઝ’ નામની ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં ગયા હતાં.

ક્રુઝ રેસ્ટોરન્ટનું સંચાલન કરતી કંપની અક્ષર ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર સુહાગ મોદીએ જણાવ્યું હતું કે “આપણા બધા માટે ખૂબ જ ગર્વની વાત છે કે ICCએ તેના સત્તાવાર ફોટોશૂટ માટે સાબરમતી રિવરફ્રન્ટની પસંદગી કરી છે. કમિન્સે ક્રુઝના ઉપરના ડેક પર ટ્રોફી સાથે વિવિધ પોઝ આપ્યા હતા. તેમને વિવિધ પ્રકારના ભોજન પણ આપવામાં આવ્યા હતા.

ICCના સત્તાવાર ફોટોગ્રાફર દ્વારા ક્લિક કરાયેલા કેટલાક ફોટામાં, 30 વર્ષીય ફાસ્ટ બોલર બેકગ્રાઉન્ડમાં આઇકોનિક અટલ બ્રિજ સાથે ડેક પર વર્લ્ડ કપ ટ્રોફી સાથે ઊભેલા જોઇ શકાય છે. કમિન્સે ક્રુઝ જહાજ પર એક ઇન્ટરવ્યુ પણ આપ્યો હતો.ઓસ્ટ્રેલિયન સુકાની આ દૃશ્યથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. અમે તેમને રિવરફ્રન્ટ અને અટલ બ્રિજમા માહિતી આપી હતી. તેમણે અમને જણાવ્યું હતું કે આ સ્થળ સિડની હાર્બર (ઓસ્ટ્રેલિયામાં) સાથે ઘણી સામ્યતા ધરાવે છે.”

સાબરમતી નદી પર બપોરનું ભોજન અને રાત્રિભોજનની ક્રૂઝમાં મજા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે
ઓસ્ટ્રેલિયન ટીમે લીધેલા રિવર ક્રૂઝ માટે વ્યક્તિ દીઠ બે અલગ-અલગ ભાડા છે. જો તમે લંચ ટાઈમ દરમિયાન રિવર ક્રુઝ પર જવા ઈચ્છો છો તો તમારે પ્રતિ વ્યક્તિ 1199 રૂપિયા ચૂકવવા પડશે અને જો તમે રાત્રિભોજન માટે રિવર ક્રુઝ સીટ બુક કરો છો, તો તમારે પ્રતિ વ્યક્તિ 2000 રૂપિયા ચૂકવવા પડશે.

ક્રુઝ પર અનલિમિટેડ ફૂડ, લાઈવ મ્યુઝિક અને એન્ટરટેઈનમેન્ટની સુવિધા મળશે. આ ઉપરાંત ક્રુઝ પર જૈન ફૂડ પણ મળશે. તમને રૂટ દરમિયાન ઐતિહાસિક સીમાચિહ્નો જોવા મળશે. તમે ઓનલાઈન ટિકિટ પણ બુક કરી શકો છો. લંચ ક્રૂઝ 12 વાગ્યે શરૂ થાય છે અને 2.50 સુધી ચાલુ રહે છે. જ્યારે, ડિનર ક્રૂઝ સાંજે 7 વાગ્યે શરૂ થાય છે અને 11 વાગ્યા સુધી ચાલુ રહે છે.

LEAVE A REPLY

14 − 5 =