IIT મદ્રાસના ભૂતપૂર્વ વિદ્યાર્થી પવન દાવુલુરીને નવા માઇક્રોસોફ્ટ વિન્ડોઝ અને સરફેસ ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. (PTI Photo)

આઈઆઇટી મદ્રાસના ભૂતપૂર્વ વિદ્યાર્થી પવન દાવુલુરીની માઈક્રોસોફ્ટ વિન્ડોઝ એન્ડ સરફેસના નવા વડા તરીકે નિમણૂક કરાઇ છે. મોટી ટેકનોલોજી કંપનીઓમાં લીડરશીપની ભૂમિકામાં ભારતીયોના પ્રભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

પવન દાવુલુરી લગભગ 23 વર્ષથી માઈક્રોસોફ્ટ સાથે કામ કરી રહ્યા છે. તેમણે જુદા જુદા હોદ્દા અને જવાબદારી સંભાળી હતી. રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે પવન માઈક્રોસોફ્ટમાં હેડ અને એક્સપિરિયન્સ એન્ડ ડિવાઈસિસનો હોદ્દો સંભાળતા રાજેશ ઝાને રિપોર્ટ કરશે. તેમના ઈન્ટરનલ લેટરમાં જ જણાવવામાં આવ્યું છે કે કંપનીએ પવન દાવુલુરીને માઈક્રોસોફ્ટમાં આ પોઝિશન આપવાનો નિર્ણય લીધો છે.

પવન દાવુલુરી પીસી અને એક્સબોક્સ હાર્ડવેર, સરફેસ, વિન્ડોઝ અને સિલિકોનમાં કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે પ્રોડક્શન ટીમને લીડ કરી છે. સોફ્ટવેર અને હાર્ડવેર પ્લેબુકમાં પણ તેમણે કામ કરેલું છે.

પવન દાવુલુરીએ IIT મદ્રાસમાં શિક્ષણ મેળવ્યું હતું. ત્યાર પછી તેઓ અમેરિકાની મેરીલેન્ડ યુનિવર્સિટીમાં ગયા હતા. ત્યાં તેમણે માઈક્રોસોફ્ટમાં એક રિલાયબિલિટી કમ્પોનેન્ટ મેનેજર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. 2021માં તેઓ વિન્ડોઝ અને સિલીકોન એન્ડ સિસ્ટમ ઈન્ટીગ્રેશન માટે કોર્પોરેટ વાઇસ પ્રેસિડન્ટ બન્યા હતા. ગયા વર્ષે વિન્ડોઝ પ્લસ ડિવાઈસ માટે તેમણે કોર્પોરેટ વીપીની ભૂમિકા નિભાવી હતી.

માઈક્રોસોફ્ટના એક્સપીરિયન્સ એન્ડ ડિવાઈસના હેડ રાજેશ ઝાએ જણાવ્યું છે કે અત્યારના AI યુગ માટે વિન્ડોઝ ક્લાઈન્ટ અને ક્લાઉડ સુધી ફેલાયેલા સિલિકોન, સિસ્ટમ, એક્સપીરિયન્સ અને ડિવાઈસના નિર્માણ માટે એક નવો દ્રષ્ટિકોણ જોવા મળશે. પવન જે જગ્યાએ જઈ રહ્યા છે ત્યાં અગાઉ પાનોસ પનાય હતા. ગયા વર્ષે તેઓ માઈક્રોસોફ્ટ છોડીને એમેઝોનમાં જોડાયા હતાં.

LEAVE A REPLY

17 − 5 =