Gujarat high court

ભારતની વિવિધ હાઇકોર્ટ અને નીચલી કોર્ટોમાં પડતર કેસોની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી છે. આ અંગેના આંકડા તાજેતરમાં કાયદા પ્રધાને રાજ્યસભામાં રજૂ કર્યા હતા. જે મુજબ, દેશના તમામ રાજયોની હાઇકોર્ટોમાં મળી કુલ ૫૯ લાખ, ૫૫ હજાર, ૯૦૭ કેસો પડતર છે, જે પૈકી ગુજરાત હાઇકોર્ટમાં એક લાખ, ૫૮ હજાર ૫૧૨ કેસો પડતર છે. જયારે દેશની તમામ નીચલી અદાલતોમાં મળી કુલ ચાર કરોડ, ૧૩ લાખ, ૫૩ હજાર, ૨૪૨ કેસો પડતર છે, જે પૈકી ગુજરાતની તમામ નીચલી કોર્ટોમાં મળી કુલ ૧૯ લાખ, ચાર હજાર, ૩૧૯ કેસો પડતર છે, આમ, ગુજરાત સહિત દેશભરના તમામ રાજયોની હાઇકોર્ટ અને તમામ નીચલી કોર્ટોમાં પડતર કેસોની સ્થિતિ બહુ ચિંતાજનક અને ગંભીર છે. જયુડીશિયરી પણ પડતર કેસોના નિકાલ માટે બનતા પ્રયાસો કરી રહી છે પરંતુ તેમ છતાં કેસોનું ભારણ કોર્ટો પર બહુ નોંધપાત્ર રીતે વધી રહ્યું હોવાનું ચિત્ર સામે આવ્યું છે.