PTI09_21_2023_000146B

ભારતની આતંક વિરોધી એજન્સી એનઆઈએએ માર્ચમાં અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલાના 10 આરોપીઓની તસવીરો જાહેર કરી હતી અને લોકો પાસેથી આ આરોપીઓ અંગે માહિતી માંગી હતી. એનઆઈએની નોટિસ જારી કરીને જણાવ્યું હતું કે આ ઓરોપીઓની ઓળખ આપનાર વ્યક્તિનું નામ જાહેર કરવામાં આવશે નહીં.

એનઆઈએના કહેવા અનુસાર 18 અને 19 માર્ચની મધ્યરાત્રે સાન ફ્રાન્સિસ્કોમાં આવેલા ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો થયો હતો. આ દરમિયાન કથિત રીતે કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ વાણિજ્ય દૂતાવાસમાં ઘુસીને આગ લગાવવાની કોશિશ કરી હતી તેમજ વાણિજ્ય દૂતાવાસ પરિસરમાં ખાલિસ્તાનનો ઝંડો ફરકાવ્યો હતો. આ દરમિયાન પરિસરમાં તોડફોડ પણ કરાઈ અને ભારતીય અધિકારીઓ પર હુમલો કરીને તેમના ઘાયલ કરવામાં આવ્યા હતા

LEAVE A REPLY