અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા પછી બોઈંગ 787 વિમાનો સામે સતત શંકા વ્યક્ત થઇ રહી છે. ઇન્ડિયન પાયલટ યુનિયને હવે એર ઈન્ડિયાથી સંચાલિત બોઈંગ ડ્રીમલાઈનરના તમામ બોઈંગ 787 વિમાનને ઉડવા પર પ્રતિબંધ મુકવાની માગણી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય સમક્ષ કરી છે. આ અંગેના પત્રને ટાંકીને એક અખબારી રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, એર ઈન્ડિયાના તમામ 787 વિમાનોમાં ઈલેક્ટ્રિકલ સીસ્ટમ સહિત સઘન ચકાસણી કરાવવાની માગ ઉઠી છે. અમદાવાદની દુર્ઘટના પછી એર ઈન્ડિયાની અનેક ફ્લાઈટ્સમાં જુદી જુદી ખામીઓ બહાર આવી હતી. યુનિયનના મતે ભારતમાં બોઈંગ 787 વિમાનોમાં ખામી અંગેના કારણોની તપાસ નહીં કરવાથી હવાઈ મુસાફરીની સુરક્ષાને નજરઅંદાજ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY