શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી (ઉત્તર પશ્ચિમ લંડન, યુકે)સ્થિત શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડે બ્રિટનનાં રાણીનાં પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવમાં ખાસ નેતૃત્વ કર્યું હતું. સાઉથ લંડનમાં ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બિગ જ્યુબિલી લંચ (રવિવારે 5 જૂન)માં પ્રિન્સ ઑફ વેલ્સ અને કેમિલા, ડચેસ ઑફ કોર્નવોલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ મહોત્સવ દરમિયાન બેન્ડે તેમની રોયલ હાઈનેસને સલામ કરી, જેમાં સ્થાનિક સમુદાયના સભ્યો, રોયલ વોલન્ટરી સર્વિસના પ્લેટિનમ ચેમ્પિયન્સ એવોર્ડના વિજેતાઓ, સેલિબ્રિટી એમ્બેસેડર અને વિવિધ ચેરિટી પ્રતિનિધિઓ સહિત ૩૦૦થી પણ વધુ મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રિન્સ ઑફ વેલ્સે લંચ દરમિયાન પાઈપ બેન્ડના સભ્યો સાથે વાર્તાલાપ કર્યો હતો, અને વિશ્વના પ્રથમ ઇકો-ટેમ્પલ તરીકે મંદિરની નામના અને તાજેતરમાં જ, કોવિડ-19 પેન્ડેમિકમાં રસીકરણ કેન્દ્ર શરૂ કરનાર યુરોપના પ્રથમ મંદિર વિશે નામના સાંભળીને તેઓ મંત્રમુગ્ધ થયા હતા.
આ ઉજવણી દરમિયાન, શ્રી મુકતજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડે ગોલ્ડર્સ હિલ પાર્કમાં હેમ્પસ્ટેડ હીથ અને બાર્નેટ કાઉન્સિલની સંયુક્ત પ્લેટિનમ જ્યુબિલિ ઉજવણી અને તે સાંજે આઇકોનિક નવા વેમ્બલી સ્ટેડિયમના પગથિયાં પર બેન્ડે લંડન બરો ઓફ બ્રેન્ટની પ્લેટિનમ જ્યુબિલિ ઉજવણીમાં એમ બંનેની ઉજવણીનું નેતૃત્વ કરી આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.