૬ ફેબ્રુઆરી, ૧૯૫૩ના રોજ તેમના પિતા રાજા જ્યોર્જ છઠ્ઠાનું અવસાન થયું ત્યારે ઍલિઝાબેથ કેન્યાના જંગલમાં ઍક ટ્રીટોપ લોજમાં હતા. પિતાના અવસાનના સમાચાર મળતાં તેમને આંખમાં આંસું આવ્યા. પરંતુ બીજી મિનિટે તેમણે જાત સંભાળી લીધી હતી.

મહારાણીના હોદ્દા પર બેસેલા ઍલિઝાબેથે પોતાની ફરજ  અદા કરવામાં કદી પાછીપાની કરી નથી કે કોઈ ખોટું પગલું ભર્યું નથી. જે કે રાણીબા સ્ત્રીસહજ લાગણીશીલતાનો ગુણ ગુમાવી બેઠાં હોય તેમ લાગે છે.

ત્યાર પછીના વર્ષોમાં તો રાણી 25 વર્ષની સુંદરીથી લઈને 96 વર્ષના દાદીમા સુધીના વિવિધ તબક્કામાંથી પસાર થઈ ચૂક્યા છે. તેમના શાનસકાળ દરમિયાન બ્રિટનના કેટલાય વડાપ્રધાનો બદલાયા છે. લોકો રાણી ઍલિઝાબેથના સારા પાસા, જેવા કે કર્તવ્યનિષ્ઠા, શિસ્તપ્રિયતા, કરકસરના ગુણને ધ્યાનમાં લેતા રહે છે. તો તેમના વિરોધીઓ તેમને એક નિષ્ફળ માતા અને નિષ્ફળ સાસુ તરીકે વખોડે પણ છે.