Sadhguru

પ્રશ્ન – સદગુરુ, એક જીવન એક સાથીની પ્રથામાં હું માનું છું અથવા તે સમસ્ત વિચારને માનવાની મને ફરજ પડી હોઇ શકે પરંતુ હું જોઉં છું કે એક જ જીવનસાથીના (મોનોગેમસ) સંબંધો અસ્તિત્વમાં હોય તેમ લાગતું નથી, શું તે જરીપુરાણા થઈ ગયા છે? તમે તે વિષે શું માનો છો?

સદગુરુ – આવી પ્રથા કદાચ જેએનયુમાંથી નીકળી ગઇ હોઇ શકે પરંતુ બાકીના જગતમાં એક જ જીવનસાથીની પ્રથા ખરા અર્થમાં હજુ ગઇ નથી. તમે અમેરિકા જશો તો ત્યાં પણ ભેળસેળિયા કે સહવાસની મર્યાદા વિનાના લૈંગિક સંબંધો પ્રવર્તે છે. લોકો લગ્ન કરે ત્યારે તેને જીવનપર્યંત માટે ગણે છે. બે વર્ષ પછી તેમનું જીવન ભલેને પૂરૂં થઇ ગયું હોય તે જુદી વાત છે અને એટલે જ કદાચ તેઓ હીરામાં રોકાણ કરતા હોય છે અને માને છે કે તે આજીવન મૂડીરોકાણ છે. કમનસીબે આજકાલ સંબંધો ઘણા બધા કારણોસર ખોટી દિશામાં જઇ રહ્યા છે. તે પૈકીનું એક કારણ એ છે કે લોકો તેમના જીવનમાં મોટી વયે કે ઘણા મોડેથી એકબીજાને મળતા હોય છે. આવું મિલન 17 કે 18 વર્ષે થાય તો તેમના સંબંધો એક સંબંધ બની રહે છે કારણ કે આવી કુમળી વયે તેમનું વ્યક્તિત્ત્વ નક્કર નથી બન્યા હોતા, બે અલગ અલગ વ્યક્તિમાં એકાત્મતા સરળતાથી શક્ય હોય છે.

આજકાલ મોટાભાગના લગ્ન ત્રીસેક વર્ષની વયે થતાં હોય છે આ તબક્કે બંને પ્રતિભાવંત અને અહંમવાદી પણ બની ચૂક્યા હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો બંને પાત્રો નક્કર કોંક્રીટ બ્લોક બની ચૂક્યા હોય છે. આવા વર્ગમાં પ્રતિષ્ઠા કે પ્રતિભાનો અહંમ મજબૂત બન્યો હોય છે.

હું સામાન્યપણે એવું જોતો આવ્યો છું કે યુવાવસ્થા કે 50 વર્ષ પછીની વયમાં લગ્ન કરનારાઓના લગ્નજીવન લાંબું ટકતા હોય છે પરંતુ ત્રીસથી 50 વર્ષ દરમિયાનના લગ્નજીવનમાં ઘર્ષણને અવકાશ હોય છે કારણ કે આ તબક્કે બંને પાત્રો મજબૂત વ્યક્તિત્વ અને પ્રતિભા પામી ચૂક્યા હોય છે. જો આ વર્ગમાં પણ લોકો ડાહ્યા કે વ્યવહારૂ હશે તો પોતાનો રસ્તો કાઢી લેતા હોય છે.

મોનોગામી હોય કે પોલીગામી કે બીજા કોઇ પણ પ્રકારની ‘ગામી’ની વાત હોય સૌથી વધારે મહત્વની અને સમજવાની વાત તે છે કે તમે અને હું અહીંયા એક મહિલા અને પુરુષના ભેગા થવાના કારણે મળ્યા છીએ. તમે કદાચ તેવું પણ વિચારો કે તેઓ માતાપિતા હતા તેઓ એકબીજાને પ્રેમ કરતા નહોતા, તેમણે સેક્સ પણ માણ્યું નહોતું અને કોઇ મહાત્માએ મંત્ર જપ્યો હશે અને તમે જન્મ્યા હતા. વાસ્તવમાં આવું નથી. દરેકને તેની શારીરિક જરૂરિયાત હોય છે અને તેવી જરૂરિયાત લગ્ન મારફતે સંતોષાતી હોય છે અને તેના પરિણામ સ્વરૂપ જ આપણે અહીંયા છીએ.

જીવનના ચોક્કસ તબક્કે જ્યારે તમે 18 વર્ષના હો ત્યારે તમે કદાચ લગ્નના વિરોધી હોઇ શકો પરંતુ તમે ત્રણેક વર્ષના ભૂલકા હો તો તમે લગ્નની વાતો અને ઝંખના પણ કરતા હોઇ શકો. તમારા માતાપિતાના સ્થિર લગ્નજીવન વિષે શું તમને આનંદ થતો નહોતો? તમે 18 વર્ષના હશો ત્યારે લગ્ન વિના મુક્ત સેક્સનો અને અન્ય ઘણાનો પણ તમે વિચાર કર્યો હશે પરંતુ જ્યારે તમે 50 કે 55 વર્ષની વયે પહોંચો છો ત્યારે તમે કાયમી સંબંધોનો જ વિચાર કરશો.

આ જીવન તમારું છે અને તેમાં કોઇના માટે લાગણીથી જ વિચારતા રહો કે પછી તમારી બુદ્ધિ અને સમયના ઉપયોગથી બીજું જ કાંઇ કરવા માંગો છો તે તમારે પોતે વિચારવાનું છે. તમારૂં કામ કે બીજું કાંઇ પણ તમે કરતા હો તેની સાથે જો તમારી લાગણી અને શરીર સંકળાયેલા હો તો તમારી બુદ્ધિનો ઉપયોગ કરવાની તમારી ક્ષમતા, રોજેરોજ જો કોઇને શોધનાના તમારા આંટાફેરા કરતાં, ઘણી વધારે સારી હશે.

હું આવી સ્થિતિની મજાક નથી ઉડાવતો પરંતુ અમેરિકામાં મેં 40થી 45 વર્ષની ઘણી મહિલાઓને બારમાં જઇ બેસીને રાહ જોતી હોય અને કોઇ આવીને તેમને લઇ જાય તેવી સ્તિતિ સામાન્ય છે. (આજકાલ આ બધું ઓનલાઇન થઇ ગયું છે.) હું માનું છું કે આ ભયપ્રદ છે. 40-45 વર્ષની મહિલાને યોગ્ય વાતાવરણમાં પ્રેમ અને માન આપવાનું હોય તેના બદલે કોઇ અજાણ્યો આવે, મળે અને ડ્રીંક, ડીનર કે બીજા કશાની પણ ઓફર કરે તેની દસ પંદર મિનિટમાં નિર્ણય લેવાની સ્થિતિ કરૂણ છે. આવું બધા સાથે થતું નથી પરંતુ તમે સામાજિક માળખું તોડતા હો ત્યારે વ્યાપક કલ્યાણ માટે વિચારવું રહ્યું. જીવનના કોઇ પણ તબક્કે સામાજિક, રાજકીય કે માનસિક માળખાને તોડતા પહેલા તમારે વૈકલ્પિક વ્યવસ્થા છે કે તેમ તે વિચારવું રહ્યું. કોઇ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા વિના તમે હયાત માળખા કે પ્રથાને તોડશો તો કદાચ તે સારું થતું પણ લાગે, પરંતુ અંતમાં તો તે મહામુર્ખામીપણાવાળું ગાંડપણ જ બની રહેશે.
– Isha Foundation