ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એન્સેફલાઇટિસ અને ન્યૂમોનિયા જેવી જટિલ બિમારી અને વાઇરસ ફીવરને કારણે આશરે 171 બાળકોને મોતીલાલ નહેરુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. (PTI Photo)

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એન્સેફલાઇટિસ અને ન્યૂમોનિયા જેવી જટિલ બિમારી અને વાઇરસ ફીવરને કારણે આશરે 171 બાળકોને મોતીલાલ નહેરુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બિમાર બાળકોની સંખ્યા એટલી વધી ગઈ છે કે હોસ્પિટલ હાઉસફૂલ થઈ ગઈ છે અને એક બેડ પર 2થી 3 બાળકો રાખવા પડ્યા છે. કેટલાંક બાળકોને જમીન પર ગાદલા નાંખીને સારવાર ચાલુ કરવામાં આવી હતી. આ બિમારી એટલી ગંભીર છે કે બાળકોને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.

પ્રયાગરાજના સીએમઓ ડો. નાનક સરણને જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા બાળકોના વોર્ડ઼માં 120 બેડ હતા. આની સામે 171 દર્દીઓ આવ્યા છે. તેથી અમે એક બેડમાં 2થી 3 બાળકોને રાખ્યાં છે.અહીં ડેન્ગ્યૂના કેસ ઘણા ઓછા છે. ઓક્સિજન સપોર્ટની જરૂર પડે છે તેવા એન્સેફલાઇટિસ અને ન્યૂમોનિયા જેવી જટિલ બિમારી ધરાવતા બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 200 બેડનું નિર્માણ થઈ રહ્યું છે. અમે બાળકોને શક્ય તમામ સારવાર આપી રહ્યાં છીએ.મોતીલાલ નહેરુ હોસ્પિટલની ચિલ્ડ્રન હોસ્પિટલમાં કુલ 120 બેડ છે, પરંતુ હંમેશા બેડ કરતાં વધુ દર્દીઓ આવતા રહે છે.