Preparations begin to host the Olympics in Ahmedabad in 2036

અમદાવાદમાં વૈશ્વિક કક્ષાની ઓલિમ્પિક્સનું 2036માં આયોજન કરી શકાય તે માટે ઉચ્ચ સ્તરે પ્રારંભિક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ માટે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં એક બેઠક મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા રમત-ગમત પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં અમદાવાદ ખાતે યોજાઇ હતી.

ઓલિમ્પિકસ-2036માં જે રમતો સમાવિષ્ટ છે તેના આયોજન માટે અમદાવાદ-ગાંધીનગરમાં, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સમીપે આકાર લેનારા સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં તે મજ નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની બાબતે આ બેઠકમાં પ્રાથમિક ચર્ચા-વિચારણાઓ હાથ ધરવામાં આવી હતી.

ઓલિમ્પિક્સનું 2036ની રમતો માટેના જે સ્થળોને રાજ્ય સરકારે નક્કી કર્યા છે ત્યાં જરૂરી સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર, ખેલાડીઓ-કોચ વગેરેની આવાસ સુવિધાઓ સહિતની વ્યવસ્થાઓ ઓલિમ્પિકસના ધારા-ધોરણો અનુસાર ઊભી થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. એટલું જ નહિ, વોટર સ્પોર્ટસ અને માઉન્ટેઇન સ્પોર્ટસ માટેના જે સ્થળો પસંદ થાય ત્યાં પણ સંપૂર્ણ સુવિધાઓ ઊભી કરવાના આયોજન અંગે સૂચના અપાઇ હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું કે, ઓલિમ્પિક્સ 2036 અમદાવાદ મહાનગરને દેશના અતિ વિકસીત મહાનગરો દિલ્હી, મુંબઇ, કલકત્તાથી પણ વધુ ઝડપી વિકસીત મહાનગર બનાવશે તે સ્પષ્ટ છે.

LEAVE A REPLY

five − 2 =