વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર ભારતના રાજ્યોમાં ત્રીજા તબક્કાની ચૂંટણી પહેલા રવિવારે અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિની પૂજા અર્ચના કરી હતી અને બે કિમી લાંબો રોડ-શો કર્યો હતો. મોદીના રોડ-શો પહેલા સમગ્ર અયોધ્યાને શણગારવામાં આવ્યું હતું. પીળી પાંખડીઓથી ‘ઓમ’ બનાવવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ ફૂલોનો ઉપયોગ કરીને ધનુષ અને તીરની પ્રતિકૃતિઓ પણ બનાવવામાં આવી હતી. મોદી સાથે રોડ-શોમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી  અને ભાજપના ફૈઝાબાદના ઉમેદવાર લલ્લુ સિંહ જોડાયા હતાં. અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી મોદીની આ પ્રથમ મુલાકાત હતી.

ત્રીજા રાઉન્ડની ચૂંટણીમાં સાત મેએ ગુજરાતની કુલ 26માંથી 25 બેઠકો પર મતદાન થશે, કારણ કે સુરતની બેઠક પર ભાજપના ઉમેદવારનો બિનહરીફ વિજય થયો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રની 11, ઉત્તરપ્રદેશની 10, કર્ણાટકની બાકીની 14, છત્તીસગઢની સાત, મધ્યપ્રદેશની આઠ, બિહારની પાંચ, આસામ અને પશ્ચિમ બંગાળની ચાર-ચાર તથા ગોવાની તમામ બે બેઠકો પર મતદાન થશે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની 2 બેઠકોમાં પણ ત્રીજા તબક્કામાં મતદાન થશે.

LEAVE A REPLY

8 + fourteen =