પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)
ભારતમાં છેલ્લાં પાંચ વર્ષમાં પ્રથમવાર ફિલ્મ સ્ક્રીનની સંખ્યા વર્ષ 2023માં સૌથી વધુ નોંધાઇ છે. બોલીવૂડમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. ત્યારપછીના ક્રમે પૂર્વ ભારત અને પછીના સ્થાને સાઉથ ઇન્ડિયાના રાજ્યો રહ્યા હતા. ફિક્કી-EY (અર્ન્સ્ટ એન્ડ યંગ) મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી રીપોર્ટના ડેટા મુજબ હિન્દીભાષી માર્કેટમાં નવા સિનેમા સ્ક્રીનની સંખ્યા 2023માં 6 ટકા વધી હતી. સાઉથના માર્કેટમાં નવા સ્ક્રીનની સંખ્યા 2 ટકા વધી હતી. દેશભરમાં કુલ સ્ક્રીન પૈકી 47 ટકા સિનેમા સ્ક્રીન સાઉથ ઇન્ડિયામાં છે. આથી ત્યાં બે ટકાનો વધારો પણ વાસ્તવિક સંખ્યાની દૃષ્ટિએ હિન્દીભાષી સિનેમા સ્ક્રીનના વધારા કરતાં વધારે જ હોય.
રીપોર્ટ મુજબ 2023-ડિસેમ્બરના અંતે સાઉથ ઇન્ડિયામાં કુલ 4573 ફિલ્મ સ્ક્રીન હતા, જ્યારે દેશના બાકીના વિસ્તારોમાં 5169 સ્ક્રીન હતા. કોરોનાકાળનો કપરો સમય પાર કર્યા પછી હવે સિનેજગત 2018ના સ્તરથી આગળ નીકળવામાં સફળ રહ્યું છે. એક અંદાજ પ્રમામે કોરોનાકાળમાં દેશમાં 1500-2000 થિયેટર (ખાસ તો સિંગલ સ્ક્રીન) બંધ થઇ ગયા હતા.
દિલ્હી-એનસીઆર, મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈ, તથા બેંગલુરુ જેવા શહેરોમાં અનેકભાષી લોકો રહેતા હોવાથી ત્યાં ફિલ્મ સ્ક્રીનની સંખ્યા નોંધપાત્ર હોય તે સ્વાભાવિક છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, નોર્થ-ઈસ્ટમાં પ્રમાણમાં સ્ક્રીન ઓછા છે અને ત્યાં વળતર પણ ઓછું છે. 2023ના અંતે મહારાષ્ટ્રમાં 1044 સ્ક્રીન હતા. કર્ણાટકમાં આ સંખ્યા 901 હતી. આંધ્ર પ્રદેશમાં 1103 સ્ક્રીન હતા. બિહારમાં 149 સ્ક્રીન છે, ઝારખંડમાં 83 અને ઓડિશામાં 162 સ્ક્રીન છે.
સ્ક્રીનની સંખ્યા અનેક રાજ્યોમાં ન વધવાનું કારણ રીઅલ એસ્ટેટના વધતા ભાવ પણ હોવાનું નિષ્ણાતો માને છે. મોટાભાગના સિનેમા ઓપરેટરોના મતે રીઅલ એસ્ટેટના ભાવ ઘણા વધી ગયા છે જેને કારણે થિયેટર અને મોલ બનાવવાનું મુશ્કેલ બની રહ્યું છે.

LEAVE A REPLY

18 − 10 =