ફાઇલ ફોટો (Photo by HANNAH MCKAY/POOL/AFP via Getty Images)

ડ્યુક ઑફ એડિનબરા પ્રિન્સ ફિલીપના અવસાન બાદ દેશના વડા પ્રધાન બોરિસ જોન્સન, સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનીસ્ટર નિકોલા સ્ટર્જન, લેબર નેતા સર કેર સ્ટાર્મર, બ્રિટનના પૂર્વ વડા પ્રધાનો સર્વ શ્રી સર જોન મેજર, ટોની બ્લેર, ગોર્ડન બ્રાઉન, ડેવિડ કેમરન અને થેરેસા મે સહિત દેશભરના નેતોઓએ ભાવવિભોર થઇ શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

બ્રિટનની સંસદે સોમવારે બપોરે 2:30 કલાકે ડ્યુકને અંજલિ આપવા  હાઉસ ઑફ કૉમન્સ ખાતે બેઠક યોજી હતી. બ્રિટનના વિવિધ પક્ષોએ તા. 6 મેના રોજ ઇંગ્લેન્ડના લંડન સહિતના વિવિધ શહેરોના મેયર પદની, સ્કોટિશ સંસદ અને વેલ્શ સંસદની ચૂંટણીઓના પ્રચારની કામગીરી રોકી દીધી હતી.

દેશના વડા પ્રધાન બોરિસ જોન્સને ડાઉનિંગ સ્ટ્રીટમાં કહ્યું હતું કે “પ્રિન્સ ફિલિપે યુકે, કોમનવેલ્થ અને સમગ્ર વિશ્વમાં પેઢીઓનો સ્નેહ મેળવ્યો હતો. તેઓ કેપ મેટાપેન ખાતે બીજા વિશ્વયુદ્ધમાં સેવા આપી ચૂકેલા આ દેશના છેલ્લા બચેલા લોકોમાંના એક હતા. તેમણે અપ્રતિમ શૌર્ય દાખવી સિસિલીમાં પોતાનું વહાણ બચાવ્યું હતું.

નિષ્ણાત કેરેજ ડ્રાઇવર તરીકે તેમણે શાહી પરિવાર અને રાજાશાહી ચલાવવા માટે મદદ કરી હતી જેથી તે નિર્વિવાદપણે મહત્વપૂર્ણ સંસ્થા બની શકે. તેમની ડ્યુક ઑફ એડિનબરા એવોર્ડ સ્કીમથી તેમણે અસંખ્ય યુવાનોના જીવનને આકાર અને પ્રેરણા આપ્યા હતા તેમજ હજારો ઇવેન્ટ્સમાં યુવાનોની મહત્વાકાંક્ષાઓને પ્રોત્સાહન આપ્યું હતું. અમે આજે મહારાણી સાથે શોક અનુભવી તેમના અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અસાધારણ જીવન અને કાર્ય માટે એક રાષ્ટ્ર અને રાજ્ય તરીકે પ્રિન્સ ફિલિપનો આભાર માનીએ છીએ.’’

ચાન્સેલર ઋષિ સુનકે ટ્વિટ કરી અંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’તમારી રમૂજ અને સકારાત્મકતા માટે, તમારી સૈન્ય સેવાના વર્ષો માટે, તમે પ્રેરણા આપેલા તમામ યુવાનો અને તમારી ફરજ પ્રત્યેના સમર્પણ માટે, આખું રાષ્ટ્ર તમારો આભારી છે.’’

લંડનના મેયર સાદિક ખાને ટ્વિટમાં જણાવ્યું હતું કે ”આજે આપણે એક અસાધારણ વ્યક્તિની ખોટ પર શોક વ્યક્ત કરી રહ્યા છીએ, જેમણે પોતાનું જીવન જાહેર સેવામાં અને અન્ય લોકોને મદદ કરવા માટે સમર્પિત કર્યું છે. હું આ દુ:ખદ સમયે મહારાણી અને આખા રાજવી પરિવાર પ્રત્યેની સહાનુભૂતિ વ્યક્ત કરું છું.’’

સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનીસ્ટર નિકોલા સ્ટર્જને શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’ડ્યુકના મોતથી હું દુ:ખી છું. હું વ્યક્તિગત અને સ્કોટલેન્ડના લોકો વતી હ્રદયપૂર્ણ શોક વ્યક્ત કરૂ છું અને મેજેસ્ટી ધ ક્વીન અને તેમના પરિવારને શ્રધ્ધાંજલિ પાઠવું છું. સ્કોટલેન્ડમાં જાહેર જીવનમાં તેમનો લાંબો ફાળો દેશના લોકો પર ગહન છાપ છોડશે”.

લેબર નેતા સર કેર સ્ટાર્મરે અંજલિ આપતાં કહ્યું હતું કે ‘’યુકેએ એક અસાધારણ જાહેર સેવક ગુમાવ્યો છે. પ્રિન્સ ફિલિપે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન રોયલ નેવીની પ્રતિષ્ઠિત કારકિર્દીથી લઈને ડ્યુક ઓફ એડિનબરા તરીકે દાયકાઓ સુધી સેવા કરી પોતાનું જીવન દેશ માટે સમર્પિત કર્યું હતું. મહારાણી પ્રત્યેની તેમની અસાધારણ પ્રતિબદ્ધતા અને નિષ્ઠા માટે તેમને યાદ કરવામાં આવશે.‘’

વેલ્સના ફર્સ્ટ મિનીસ્ટર માર્ક ડ્રેકફોર્ડે જણાવ્યું હતું કે ‘’તેમના લાંબા અને પ્રતિષ્ઠિત જીવન દરમિયાન, ડ્યુકે તાજની સેવા નિસ્વાર્થ નિષ્ઠા અને ભાવનાની ઉદારતા સાથે કરી હતી. અમે આ દુ:ખદ પ્રસંગે તેના મેજેસ્ટી ક્વીન એલિઝાબેથ દ્વિતીય, તેમના બાળકો અને તેમના કુટુંબીજનો પ્રત્યે નિષ્ઠાવાન સંવેદના પાઠવીએ છીએ.’’

કેન્ટરબરીના આર્ચબિશપ જસ્ટિન વેલ્બીએ જણાવ્યું હતું કે તેમણે “સતત બીજાઓનાં હિતો પોતાના કરતાં આગળ રાખ્યા હતા અને આમ કરી ખ્રિસ્તી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું”.

લિબરલ ડેમોક્રેટ્સના નેતા સર એડ ડેવીએ કહ્યું હતું કે ‘’પ્રિન્સ ફિલિપે પોતાનું જીવન આપણા દેશ માટે સમર્પિત કર્યું છે. અમે તેમની અદ્ભુત સેવા માટે હંમેશા આભારી રહીશું. તેમની શાંત અને અડગ સલાહ અને રાણીને આપેલો ટેકો કદાચ તેમનો સૌથી મોટો બ

Sir Keir Starmer Photo by Hollie Adams/Getty Ima

ની રહેશે.’’

હાઉસ ઑફ કૉમન્સના અધ્યક્ષ સર લિન્ડસે હોયલે કહ્યું હતું કે ‘સ્વાભાવિક રીતે મહારાણી, રાજવી પરિવાર અને સમગ્ર દેશ માટે ખૂબ જ દુ:ખદ દિવસ છે. ડ્યુકે એક પતિ અને જીવનસાથી બંને તરીકે, રાણીને તેમનો અવિરત ટેકો આપ્યો છે. તેમણે આ દેશની પણ અવિરત સેવા કરી હતી. તેમની સેવા, વફાદાર ભક્તિ અને સેંકડો આદર્શો અને તેમના નેતૃત્વ માટે યાદ કરવામાં આવશે.’’

નોર્ધર્ન આયર્લેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર આર્લેન ફોસ્ટરે કહ્યું હતું કે ‘’તેમના અવસાનથી મને ખૂબ જ દુ:ખ થયું છે. નોર્ધર્ન આયર્લેન્ડ અને આખા વિશ્વમાં અસંખ્ય લોકો દ્વારા દિલસોજી શેર કરવામાં આવશે.’’

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ સર નિકોલસ કાર્ટરે કહ્યું હતું કે ‘’સશસ્ત્ર દળોને અગણિત મુલાકાતો દરમિયાન તેમની નિખાલસતા અને રમૂજથી તેમણે ઘણા સર્વિસમેન અને સર્વિસવુમનને હસાવ્યા હતા.’’

લોર્ડ નવનીત ધોળકિયાએ હાઉસ ઓફ લોર્ડ્ઝમાં અંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’પ્રિન્સ ફિલિપના મૃત્યુથી મહારાણીના જીવનમાં અને રાષ્ટ્ર અને વિશ્વભરના લોકોને મોટી ખોટ પડી છે. રાજવી દંપતીની ઝલક જોવા માટે લોકો માઇલ સુધી કતારો લગાવતા હતા. હવે ભારતીયોને દેશના સામાજિક રાજકીય અને આર્થિક જીવનમાં તેમના યોગદાન માટે નોંધપાત્ર સંખ્યામાં માન્યતા પ્રાપ્ત થઈ છે. નવા વતનમાં ઘણા લોકોનું જીવન સમૃદ્ધ બનાવવાનું કામ કરવા બદલ અમે રાણી અને પ્રિન્સ ફિલિપનો આભાર માનીએ છીએ. રાષ્ટ્રમંડળના વડા તરીકેની ભૂમિકા નિભાવવામાં મહારાણીને મદદ કરવા બદલ અને ડ્યુક ઑફ એડિનબરા એવોર્ડ સ્કીમ માટે યાદ કરવામાં આવશે.

લોર્ડ જીતેશ ગઢીયાએ હાઉસ ઓફ લોર્ડ્ઝમાં જણાવ્યું હતું કે ‘’બ્રિટીશ ભારતીય અને વિશાળ બ્રિટીશ એશિયન સમુદાય પ્રિન્સ ફિલીપનો તેમના અસાધારણ જીવન અને જાહેર સેવા માટે માટે આભાર માનશે. શુક્રવારથી, યુકેમાં વસતા હિન્દુઓ, જૈનો, શીખો અને બૌદ્ધ ધર્મોના લોકો અને ભારતીય સમુદાયમાંથી ઘણાએ પ્રિન્સ ફિલિપની યાદમાં વિશેષ પ્રાર્થના કરી છે. જે તેમના તરફના સ્નેહને પ્રતિબિંબિત કરે છે. મહારાણી સાથે ત્રણ મળી ભારતની તેમની ચાર યાત્રાઓમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જમા થઇ હતી. આ દેશમાં તેઓ એક બાહ્ય વ્યક્તિ હતા પરંતુ તેઓ સ્વયં નિર્મિત યુવાન હતા. યુકે અને કોમનવેલ્થમાં, આપણે બધાએ ડ્યુકની જાહેર સેવાના લાંબા અને વિશિષ્ટ જીવન માટે કૃતજ્ઞ થવું જોઈએ.’’

વિશ્વ હિન્દુ પરિષદ યુકે દ્વારા શોક વ્યક્ત કરતાં જણાવાયું હતું કે ‘’પ્રિન્સ ફિલિપના નિધન અંગે અમે શોક વ્યક્ત કરી દૈવી આત્માની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. 1993માં બકિંગહામ પેલેસમાં લોંચ થયેલા ઇન્ટરનેશનલ ટ્રસ્ટીઝ ઓફ ધ વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુઝ, 1984માં બ્રેડફર્ડમાં યોજાયેલા 10,000 લોકોના હિન્દુ સંગમ અને 1989માં મિલ્ટન કીન્સમાં યોજાયેલા વિરાટ હિન્દુ સંમેલન વખતે તેમનો અને શાહી પરિવારનો સહયોગ સુંદર રહ્યો હતો. જે બદલ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. પ્રિન્સ ફિલિપ ધૈર્ય, સર્વોચ્ચ સેવા અને બ્રિટીશ રાષ્ટ્ર, રાષ્ટ્રમંડળ અને માનવતાની ફરજનો વારસો છોડી ગયા છે.

જાફર કપાસી, OBE FFA, મિડલેન્ડ્સમાં યુગાન્ડાના કોન્સ્યુલ જનરલે પ્રિન્સ ફિલિપના અવસાન પ્રસંગે શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ‘’તેમણે રાષ્ટ્રીય જીવનમાં અનન્ય જાહેર ભૂમિકા નિભાવી હતી. તેઓ શાહી પરિવારના સૌથી મહેનતુ સભ્ય હતા. તેમણે એક સમારોહમાં તેમણે એમ કહીને ભારતને વધાઇ આપી હતી કે ‘’હું ભારતીય કે ઝોરોસ્ટ્રિયન કારમાં (ટાટા દ્વારા બનાવાયેલી લેન્ડરોવર) આવ્યો છું. એક યાદગાર પ્રિન્સ તરીકે તેઓ સદાય યાદ રહેશે.’’