Home Secretary, Priti Patel(Photo by Jeff J Mitchell/Getty Images)

દેશના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ પર સરકારી કોન્ટ્રેક્ટ મેળવવા પ્રયાસ કરતી હેલ્થકેર ફર્મ વતી સાથી મિનિસ્ટર સાથે લોબીઇંગ કરવાનો આરોપ મૂકાયો છે. હોમ સેક્રેટરીએ નિયમોનો ભંગ કર્યો હોવાનું જણાવી લેબરે તપાસની માંગ કરી છે.

પરંતુ શ્રીમતી પટેલના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘’તેણીએ જેવું કરવું જોઇએ તેવું જ વર્તન કર્યું છે. તેમને પી.પી.ઇ.ના મહત્વપૂર્ણ પુરવઠા અંગે કરાયેલી રજૂઆતોનું યોગ્ય અનુસરણ કર્યું હતું. રાષ્ટ્રીય કટોકટીના સમય દરમિયાન, આમ કરવામાં નિષ્ફળ થવું તે ફરજમાં વિલંબ ગણાત.” તાજેતરમાં સરકાર સાથે જોડાણ ધરાવતા લોકોના પી.પી.ઈ. સોદા અંગે કેટલોક ઘટસ્ફોટ થયો છે.

મે 2020માં, શ્રીમતી પટેલે ફાર્માસ્યુટિકલ્સ ડાયરેક્ટ લિમિટેડ નામની કંપની વિશે માઇકલ ગોવને નિરાશા વ્યક્ત કરતાં લખ્યું હતું કે ‘’સરકારે એવી કંપની પાસેથી ફેસ માસ્ક નથી ખરીદ્યા જેની સાથે તેણીની કોઈ જાણતી લિંક્સ હતી.’’ તે ફર્મ સરકાર સાથે ફેસ માસ્કના ઓર્ડર અંગે વાતચીત કરતી હતી. પરંતુ તે કંપનીનો ઉપયોગ ન કરવાના સરકારના “મોડા તબક્કા”ના નિર્ણયથી પેઢી માટે મુશ્કેલી ઉભી થઈ હતી. શ્રીમતી પટેલે શ્રી ગોવને પત્રમાં લખ્યું હતું કે “જો તમે આ બાબતની તાકીદે સમીક્ષા કરી શકો તો હું ખૂબ આભારી થઇશ.” તે પેઢીના સમીર જસલ,  જેઓ કન્ઝર્વેટિવ એક્ટિવિસ્ટ હતા તેમને શ્રીમતી પટેલને જાણતા હતા.

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે પટેલને પત્ર લખી કહ્યું હતું કે પેઢી દ્વારા આપવામાં આવતા માસ્ક “એન.એચ.એસ.માં વાપરવા માટે યોગ્ય નથી”. પરંતુ તે કંપનીને જુલાઈ 2020માં વિવિધ પ્રકારના માસ્ક પૂરા પાડવા માટે £103 મિલિયનનો કોન્ટ્રક્ટ આપવામાં આવ્યો હતો.

ગુડ લો પ્રોજેકટ, એક અભિયાન જૂથ, સરકારે પી.પી.ઇ.ના કોન્ટ્રેક્ટ્સ જાહેર નહિં કરતા કોર્ટમાં ગયું છે. સરકારે આ અગાઉ કોણ કોન્ટ્રાક્ટ મેળવે છે તે નક્કી કરવામાં મિનિસ્ટ્રસનો કોઈ ભાગ નથી. કોરોનાવાયરસ બાદ યુકેમાં સરકારે ખાનગી કંપનીઓ સાથે હજારો સોદા કરી બિલીયન્સ પાઉન્ડ ખર્ચ્યા છે.