ફોટો સૌજન્યઃ twitter.com@PreetiSinha_

યુએન કેપિટલ ડેવલપમેન્ટ ફંડ (UNCDF)એ તેના એક્ઝિક્યુટિવ સેક્રેટરી તરીકે પ્રીતિ સિંહાના નામની જાહેરાત કરી છે. સિંહાએ સોમવારથી આ સંસ્થાની સૌથી ઊંચી ગણાતી રેન્કનો આ હોદ્દો પણ સંભાળી લીધો હતો. સિંહા ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ ફાઇનાન્સમાં ત્રણ દાયકોનો વૈશ્વિક અનુભવ ધરાવે છે.

પ્રીતિ સિંહાએ જણાવ્યું હતું કે વંચિત સમુદાયની મહિલા, યુવાનો તથા લઘુ અને મધ્યમ ઉદ્યોગોને માઇક્રો ફાઇનાન્સ સહાય આપવામાં ધ્યાન કેન્દ્રીત કરાશે.

1966માં સ્થાપવામાં આવેલી અને ન્યૂ યોર્કમાં હેડક્વાર્ટર ધરાવતું ઓર્ગેનાઇઝેશન અલ્પવિકસિત દેશોને માઇક્રો ફાઇનાન્સની સુવિધા આપે છે. પ્રીતિ સિંહા વિશ્વના અલ્પવિકસિત અને ગરીબ બજારોમાં આંતરારાષ્ટ્રીય ફાઇનાન્શિયલ માળખાને સફળ બનાવવાના એજન્સીના પ્રયાસોની દેખરેખ રાખશે. આ પ્રયાસોમાં મહિલા, યુવાનો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો તથા પરંપરાગત રીતે બીજા વંચિત સમુયદાયના વિકાસ માટે વિશેષ ભાર મૂકવામાં આવે છે.

સિંહાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમનો હેતુ અલ્પવિકસિત દેશોમાં જાહેર અને ખાનગી ફાઇનાન્સમાં વધારો કરવામાં તથા 2021 અને તે પછી કેપિટલ માર્કેટ્સમાં ભાગીદારીના નવા યુગનો વિકાસ કરવામાં UNCDFની ભૂમિકાને વધુ વ્યાપક બનાવશે.