. (Photo by Rich Fury/Getty Images for dcp)

અમેરિકામાં સ્થાયી થયા પછી પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર વધુ સક્રિય રહે છે. તે પોતાની અને પતિ સાથેની અંગત તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હોય છે. જોકે આ વખતે પ્રિયંકા એક નવા વિવાદમાં સપડાઇ છે. પ્રિયંકા અમેરિકાના ટીવી શો ધ એક્ટિવિસ્ટમાં ભાગ લઇ રહી છે.

આ શોના વિષય પર વિવાદ થયો છે. મામલો એટલો બધો વધી ગયો છે કે પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ મુકીને માફી માગવી પડી છે. પ્રિયંકાએ લખ્યું છે કે, છેલ્લા થોડા અઠવાડિયામાં લોકોના વિરોધથી મને આશ્ચર્ય થયું છે. આ એક તાકાત સમાન બની ગયું છે. લોકોના એક વિરોધ માટે એકસાથે અવાજ ઉઠાવવાનું પ્રભાવ પાડતું જોવા મળ્યું છે અને આજે પણ આમ જ થયું છે.

આવા શોમાં હું ભાગ લેતી હોવાથી મને પણ દુઃખ થયું છે, મેં તમારી લાગણીને ઠેસ પહોંચાડી હોય તો મને માફ કરશો. અમારો ઇરાદ કાર્યકર્તાઓના વિચારો અને તેમના કાર્યો, કાર્યો પાછળની મહેનતને દુનિયા સામે લાવવાનો હતો. આવા નવા ફોર્મેટ સાથે જોડાવાનો મને આનંદ હતો. વિશ્વમાં એક્ટિવિસ્ટસનો એક પૂરો સમુદાય છે જે સમાજમાં પરિવર્તન લાવવા માટે રોજ અધિકારો માટે લડતા હોય છે. તેઓ આ કામ માટે સખત મહેનત કરતા હોય છે અને પછી તેમને પ્રસિદ્ધિ મળતી હોય છે.