Four-year-old Sashwat Arun, who is placed in Mensa, talks in Arabic and Spanish while watching TV
પ્રતિત તસવીર

કેનેડામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં પંજાબી ચોથા સ્થાને છેજ્યારે અન્ય ભારતીય ભાષાઓનો પણ ઉપયોગ ઝડપથી વધી રહ્યો છેતેવું તાજેતરમાં જાહેર થયેલા આંકડામાં જણાયું છે 

કેનેડાના ઘરોમાં અત્યારે ઇંગ્લિશ અને ફ્રેંચ બે અધિકૃત ભાષાઓ સૌથી વધુ બોલાય છેજ્યારે ત્યાર પછી મેન્ડેરીન અને પંજાબી ભાષા વધુ બોલાય છે તેવુંકેનેડાની ડેટા એજન્સી-સ્ટેટેસ્ટિક્સ કેનેડા (સ્ટેટકેનદ્વારા જણાવવામાં આવ્યું છે. આ આંકડા 2021ની વસતી ગણતરીના આધારિત છે 

જોકેદેશમાં મેન્ડેરીન કરતા પંજાબી ભાષા બોલનારા લોકોની સંખ્યા વધી રહી છે. 2016 અને 2021 વચ્ચે પંજાબી બોલનારા લોકોની સંખ્યા 49 ટકા વધીને 520,000 પર પહોંચી હતીજ્યારે મેન્ડેરીન બોલનારાઓની સંખ્યા 15 ટકા વધીને 5,31,000 નોંધાઇ હતી. 

જ્યારે અન્ય ભારતીય ભાષા બોલાનારા લોકોની સંખ્યા પણ કેનેડામાં વધી રહી છેહિન્દી બોલાનારા લોકોની સંખ્યા 66 ટકા વધીને 92,000 થઇ હતી અને ગુજરાતી બોલનારા પણ 92 હજાર હતા પરંતુ તેમની સંખ્યામાં 43 ટકાનો વધારો થયો હતોમલયાલમ બોલનારા લોકોની સંખ્યામાં 129 ટકાનો વધારો થઇને 35 હજાર પર પહોંચી હતી 

આ રીપોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કેદેશમાં ઇમિગ્રેશન વધવાના કારણે વિવિધ ભાષાઓ બોલાનારાઓની સંખ્યામાં ઝડપી વધારો થયો હતોમે 2016થી ડિસેમ્બર 2020 સુધીમાં કેનેડામાં આવેલા 20 ટકા કાયમી નિવાસીનો જન્મ ઇન્ડિયામાં થયો હતો. 

એકંદરે ઘરમાં બિનઅધિકૃત ભાષા બોલાનારા વિશિષ્ટ કેનેડિયન્સની સંખ્યા 2016થી 16 ટકા વધીને ચાર મિલિયનથી 4.6 મિલિયન પર પહોંચી છે 

‘કોવિડ-19 મહામારીની અસર દેશમાં આવનારા વિદેશીઓ પર પડી હોવા છતાંઇમિગ્રેશન કેનેડાની ભાષાકીય વૈવિધ્યતાાને સમૃદ્ધ કરવાનું જાળવી રાખ્યું છે.’ 

કેનેડામાં બોલવા માટે અંગ્રેજી મુખ્ય ભાષા છેતેના બોલનારા પાંચ વર્ષ અગાઉ 74.8 ટકા થી વધીને 2021માં 75.5 ટકા થઈ ગયા છેજ્યારે અન્ય સત્તાવાર ભાષા ફ્રેન્ચના બોલનારા ઘટી રહ્યા છેજે 22.2 ટકા થી ઘટીને 21.4 ટકા થઈ ગયા છેબંને સત્તાવાર ભાષાઓ બોલનારાઓની સંખ્યા 18 ટકા પર સ્થિર રહી છે.