indiscriminate firing at Texas mall
કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરી શહેરમાં શુક્રવાર, સાત જૂને પંજાબના લુધિયાણાના એક યુવાનની ગોળી મારીને હત્યા કરાઈ હતી. યુવરાજ ગોયલ નામનો યુવક 2019માં સ્ટુડન્ટ વિઝા પર આવ્યો હતો. તાજેતરમાં જ તેને કેનેડાનું પીઆર સ્ટેટસ પણ મેળવ્યું હતું. પોલીસને ટાર્ગેટ કિલિંગની આશંકા છે.
કેનેડિયન પોલીસની તપાસ પ્રમાણે 28 વર્ષનો યુવરાજ ગોયલ મૂળ પંજાબના લુધિયાણાનો હતો અને એક કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો. યુવરાજનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી, તેથી તેની હત્યા શા માટે કરવામાં આવી તે ઊંડી તપાસનો વિષય છે અને રોયલ કેનેડિયન પોલીસ તેની તપાસ કરી રહી છે.
બ્રિટિશ કોલંબિયાની સરી પોલીસને આ વિશે એક કોલ આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ત્યાં યુવરાજ ગોયલ મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે આ કેસમાં ચાર શકમંદોને કસ્ટડીમાં લઈને પૂછપરછ ચાલુ કરી હતી. પોલીસે જે લોકોને શંકાના આધારે પકડ્યા છે તેમના નામ મનવીર બસરામ, સાહિબ બસરા, હરકિરટ જુટ્ટી અને કેઈલોન ફ્રાન્કોઈસ હોવાનું જાણવા મળ્યું હતું. આમાંથી ત્રણ વ્યક્તિ સરીના વતની હતા જ્યારે એક ઓન્ટારિયોથી આવ્યો હતો.
એક પોલીસ ઓફિસરે જણાવ્યું કે પ્રાથમિક તપાસ પરથી લાગે છે કે આ ટાર્ગેટે કિલિંગનો કેસ હોઈ શકે છે.
યુવરાજની માતા શકુને જણાવ્યું હતું કે મારા દીકરાના કોઈ દુશ્મન ન હતાં. તેની હત્યા થઈ તેનાથી થોડા સમય અગાઉ જ મેં તેની સાથે વાત કરી હતી. મારો દીકરો તેની કારમાં હતો અને જિમથી પોતાના ઘરે આવતો હતો ત્યારે વહેલી સવારે તેની હત્યા કરાઈ હતી.

LEAVE A REPLY