ફિલ્મ પુષ્પા: ધ રાઇઝ ફિલ્મના દિગ્દર્શક સુકુમાર (ડાબી બાજુ), અભિનેતા અલ્લુ અર્જુન (મધ્ય) અને સંગીતકાર દેવી શ્રી પ્રસાદ (જમણી બાજુ) (ANI Photo)

દક્ષિણ ભારતની બ્લોકબસ્ટર મૂવી પુષ્પાઃ ધ રાઈઝની રિલીઝ સાથે સ્ટાર બની ગયેલા અલ્લુ અર્જુન અને ટીમે આ ફિલ્મના સીક્વલનું શૂટિંગ હાથ ધર્યું છે. ફિલ્મને ઓગસ્ટ 2023માં રિલીઝ કરવાનો પ્લાન છે. ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન કામ શરૂ થતાં પહેલાં જ તેના રાઈટ્સ જંગી કિંમતે વેચાયા છે. ઓવરસીઝ થીયેટ્રિકલ રાઈટ્સ મામલે પુષ્પા 2એ RRRનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

ફિલ્મને વિદેશમાં રિલીઝ કરવા માટેના થીયેટ્રિકલ રાઈટ્સ રૂ.80 કરોડમાં વેચાયા છે. રાજામૌલિએ બનાવેલી RRRના ઓવરસીઝ થીયેટ્રિકલ રાઈટ્સ રૂ.70 કરોડમાં વેચાયા હતા. RRR કરતાં પણ વધુ કિંમત મળતાં અનેક લોકોને આશ્ચર્ય થયું હતું.

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પાઃ ધ રાઈઝ બ્લોકબસ્ટર રહ્યા બાદ તેની સીક્વલની રાહ જોવાઈ રહી છે. પુષ્પાઃ ધ રૂલને પુષ્પા 2 તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફિલ્મને ભારત બાદ રશિયામાં રિલીઝ કરવાનો પ્લાન છે. અલ્લુ અર્જુનની પુષ્પા 2ને RRR કરતાં પણ વધુ કિંમત મળતાં ફિલ્મ માટેની ઉત્સુકતા વધી છે. પુષ્પા 2ની રિલીઝ ડેટ હજુ એનાઉન્સ થઈ નથી, પરંતુ રિપોર્ટ્સ મુજબ ઓગસ્ટ 2023માં ફિલ્મને રિલીઝ કરવાનો પ્લાન છે.

LEAVE A REPLY

6 + 4 =