રશિયાના પ્રેસિડન્ટ પુતિન બેલારુસના તાનાશાહ એલેક્ઝેન્ડર લુકાશેન્કો સાથે પરમાણુ બ્રીફકેસ સાથે જોવા મળ્યા હતા Sputnik/Mikhail Klimentyev/Kremlin via REUTERS

રશિયા યુક્રેનમાં યુદ્ધની વચ્ચે ફરી એકવાર પરમાણુ હુમલાનો ખતરો વધી રહ્યો છે. રશિયાના પ્રેસિડન્ટ પુતિન બેલારુસના તાનાશાહ એલેક્ઝેન્ડર લુકાશેન્કો સાથે પરમાણુ બ્રીફકેસ સાથે જોવા મળ્યા હતા.પુતિન ઘણી વખત કહી ચૂક્યા છે કે જો અમેરિકા અને પશ્ચિમી દેશો યુક્રેનને મદદ કરવાનું ચાલુ રાખશે તો તેના પરિણામો ભયાનક હોઈ શકે છે.
મીડિયા અહેવાલો અનુસાર, ગયા અઠવાડિયે બેલારુસ પહોંચેલા પુતિન પરમાણુ બ્રીફકેસ સાથે જોવા મળ્યા હતા. આ એ જ બ્રીફકેસ છે જેમાં પરમાણુ હુમલા સંબંધિત દસ્તાવેજો અને એલર્ટ એલાર્મ હોય છે. બેલારુસના તાનાશાહ લુકાશેન્કો સાથે પુતિનની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી. આ તસવીરોમાં પુતિનની સાથે ઊભેલા વ્યક્તિના હાથમાં કાળી બ્રીફકેસ છે, જે પરમાણુ બ્રીફકેસ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.