• પેટ્રિશિયા સ્કોટલેન્ડ, કોમનવેલ્થ સેક્રેટરી-જનરલ

મહારાણી એલિઝાબેથ II ની પ્લેટિનમ જ્યુબિલી આપણને તેમની અપ્રતિમ સેવા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અનન્ય અને મૂલ્યવાન તક આપે છે. સમગ્ર શાસનકાળ દરમિયાન, ફરજ, સ્થિરતા અને શાણપણનું પ્રતિક બન્યા છે. 2022નું આધુનિક, કોમનવેલ્થ ટેક્નોલોજીકલ, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનના સ્કેલ અને ગતિને પ્રતિબિંબિત કરે છે.

કોમનવેલ્થમાં જોડાયેલા તમામ રાષ્ટ્રો સમાન મૂલ્યો, સમાન વજન અને સમાન અવાજ ધરાવે છે. કોમનવેલ્થ પ્રત્યેનો મહારાણીનો અનુભવ અને પ્રતિબદ્ધતા તે વિચારના કેન્દ્રમાં છે. બીજા વિશ્વ યુદ્ધની ભયાનકતા પછી અને શીત યુદ્ધના આગમન સમયે, સંબંધો અને સગપણોમાં “ઉપચારનો સ્પર્શ લાવવા” 1949માં આઠ રાષ્ટ્રોના જૂથ તરીકે આધુનિક કોમનવેલ્થ શરૂ થયું હતું.

યુદ્ધ દરમિયાન, તેના પિતા અને વિન્સ્ટન ચર્ચિલની આગેવાની હેઠળ બ્રિટન સાથે સમગ્ર કોમનવેલ્થના સ્વયંસેવકોને આપણા સ્થાયી મૂલ્યો માટે લડતા અને મૃત્યુ પામતા જોયા હતા. આફ્રિકન અને કેરેબિયન કોમનવેલ્થ દેશોની સાથે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાના લાખો સ્વયંસેવકોની હિંમત અને બલિદાનને હર મેજેસ્ટીની સુવર્ણ જયંતિ દરમિયાન લંડનના મેમોરિયલ ગેટ્સ પર કાયમી સ્મારક મળ્યું હતું.

1952માં કેપટાઉનથી રેડિયો દ્વારા પ્રસારિત કરાયેલા સંદેશમાં તેમણે જાહેર કર્યું હતું કે “મારું આખું જીવન, પછી ભલે તે લાંબુ હોય કે ટૂંકું, તમારી સેવામાં સમર્પિત રહેશે.”

1953ના ક્રિસમસ સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે “કોમનવેલ્થ ભૂતકાળના સામ્રાજ્યો સાથે કોઈ સામ્યતા ધરાવતું નથી. તે એક સંપૂર્ણપણે નવી કલ્પના છે. રાષ્ટ્રો અને જાતિઓની સમાન ભાગીદારીની તે નવી કલ્પના માટે હું મારા જીવનના દરેક દિવસે મારૂ હૃદય અને આત્મા આપીશ.

રાણી અને કોમનવેલ્થ વચ્ચેનો પારસ્પરિક સંબંધ દરેક મીટિંગ, મુલાકાત, પ્રવાસ અને દરેક જોડાણ સાથે સતત મજબૂત બન્યો છે.

રંગભેદ જેવા સૌથી અસાધારણ પડકારોનો સામનો કરીને કુશળ સંયોજક બનેલા રાણી ઝડપથી બદલાતી દુનિયામાં વિશ્વાસ, શક્તિ અને ફરજનું સતત અને વિશ્વસનીય ઉદાહરણ છે. રાણીના આ ગુણોએ નિઃશંકપણે કોમનવેલ્થની અપીલમાં ઉમેરો કર્યો છે. આજે 54 રાષ્ટ્રો અને 2.5 બિલિયન લોકો સુધી, છ ખંડો અને પાંચ મહાસાગરોમાં ફેલાયેલ કોમનવેલ્થ દરેકના વિકાસમાં ફાળો આપે છે. કોમનવેલ્થ પહેલા કરતા વધુ વિશાળ, વધુ વૈવિધ્યસભર, વધુ મહત્વાકાંક્ષી અને વધુ અસરકારક છે.

કોમનવેલ્થના સેક્રેટરી-જનરલ તરીકે સેવા આપવાનો મને ગર્વ છે અને હું દરેક રાષ્ટ્રો અને નાગરિકોની સેવા કરીને, ભલાઇ માટે કોમનવેલ્થની ક્ષમતામાં મારી અતૂટ માન્યતાથી પ્રેરિત રહીશ. કોવિડ-19 રોગાચાળો, આબોહવા પરિવર્તન, ખાદ્યપદાર્થો અને ઇંધણના ભાવો જેવા નવા પડકારોએ સભ્ય દેશો પર ઊંડી આર્થિક અસર કરી છે.

આપણા સંજોગો ગમે તે હોય, આપણે બધા જોડાયેલા છીએ, અને સફળતાની શ્રેષ્ઠ તક સાથે મળીને કામ કરવામાં છે. અનિશ્ચિત વિશ્વમાં, બહુપક્ષીયતાની તાણ હેઠળ, કોમનવેલ્થ આશા અને વચનની દીવાદાંડી તરીકે ચમકે છે, જે આંતરરાષ્ટ્રીય સહકાર અને સામૂહિક કાર્યવાહીના ફાયદાઓમાં આત્મવિશ્વાસની પ્રેરણા આપે છે.

અમે જૂનમાં કિગાલી, રવાન્ડામાં આગામી કોમનવેલ્થ સરકારના વડાઓની બેઠકમાં મળનાર છીએ. રાણીનું પ્રતિનિધિત્વ હિઝ રોયલ હાઇનેસ ધ પ્રિન્સ ઓફ વેલ્સ દ્વારા કરવામાં આવશે. તેઓ આખરે કોમનવેલ્થના વડા તરીકે રાણીના અનુગામી બનશે. પરંતુ અમે નિઃશંકપણે તેણીની સક્રિય સંભાળ અને હાજરી અનુભવી તેમની સ્થાયી પ્રતિબદ્ધતા અને શાણપણનો લાભ લેવાનું ચાલુ રાખીશું.